પીવી સિંધુ ફોર્બ્સની યાદીમાં એકમાત્ર ભારતીય, જાણો કેટલી કમાણી કરી

0
29

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ ફોર્બ્સની સૌથી વધુ વેતન મેળવનારી મહિલા રમતવીરોની યાદીમાં 13 માં ક્રમે છે અને તે યાદીમાં સિંધુ ત્રણ નોન-ટેનિસ એથ્લેટ્સમાં શામેલ છે. અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ આ યાદીમાં પ્રથમસ્થાને છે. સિંધુની કુલ કમાણી 55 લાખ ડોલર છે, જેના આધારે તે અમેરિકન ટેનિસ સ્ટાર અને 2018 ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન રનર-અપ મેડિસન કીસની સાથે 13 માં ક્રમે છે.

ફોર્બ્સે કહ્યું કે, ‘સિંધુ ભારતની સૌથી વધુ સેલેબલ સેલિબ્રિટી મહિલા એથ્લીટ છે. તેની પાસે બ્રિજસ્ટોન, જેબીએલ, ગટોરાડે, પેનાસોનિક અને અન્ય ઉત્પાદનોની જાહેરાતો છે. તે 2018 માં સીઝન-એન્ડિંગ બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર જીતનાર પ્રથમ ભારતીય છે. આ યાદીમાં સમાવિષ્ટ અન્ય નોન-ટેનિસ ખેલાડીઓમાં થાઇલેન્ડની ગોલ્ફ ખેલાડી જુતાનુગાર્ન છે, જે 15 મા ક્રમે છે.

સેરેના વિલિયમ્સ 2.92 કરોડ ડોલરની કમાણી સાથે આ યાદીમાં ટોચ પર છે. 2019 ની યુ.એસ.ઓપન ચેમ્પિયન નાઓમી ઓસાકા 2.43 કરોડ ડોલરની કમાણીની સાથે યાદીમાં બીજા સ્થાને છે. જર્મન ટેનિસ સ્ટાર એંજલિક કેરબર 1.8 કરો ડોલરની કમાણી સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here