ભુજમાં અેક બાજુ હમીરસર તળાવની ઊંડાઇ વધારવામાં અાવી હતી. તો બીજીબાજુ અન્ય દેશલસર તળાવની ધરાર અવગણના કરાઇ રહી છે. અા તાળવ ગટરના ગંદા પાણીથી ભરાયેલો છે. થોડા દિવસો પહેલા ગંદા પાણી ઉલેચવાની કામગીરી અેકાઅેક પાલિકાઅે બંધ કરી દીધી છે. જેના કારણે અા વિસ્તારમાં હવે ચોમાસા દરમીયાન રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત છે.
અા અંગે મળતી વિગતો મુજબ શહેરમાં પાલિકાની બેદરકારીના કારણે અવાર-નવાર ગટર લાઇન ચોકઅપ થઇ જાય છે. રેલવે સ્ટેશન પાસે લાઇન તુટી ગયા બાદ દિવસો સુધી મરંમત કાર્ય અને ત્યાર બાદ દુર્ઘટના સર્જાઇ હતી. તો બીજીબાજુ અૈતિહાસીક દેશલસર તળાવની ઉપેક્ષા કરવામાં અાવી રહી છે. અા તળાવમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે. જેના પગલે અાસ-પાસના લોકોનું અહી રહેવું મુશ્કેલ બની ગયુ છે. લોકોના રોષના પગલે અેકાદ મહિના પહેલા પાલિકાઅે તળાવમાંથી ગટરના ગંદા પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરી હતી. અાટલા મોટા તળાવમાંથી ગંદા પાણી ઉલેચવા અેક માત્ર અેન્જીન લગાડવામાં અાવ્યો હતો. જોકે થોડા દિવસોથી પાલિકાઅે અેકાઅેક અા અેન્જિન ખસેડી લીધો હતો. જેના પગલે પાલિકાઅે અા તળાવમાંથી ગંદા પાણી ઉલેચવાનું ફક્ત નાટક કર્યુ હોય તેવું બહાર અાવ્યુ છે.
અેકને ગોળ અન્યને ખોળ
પાલિકાની નીતિ ભેદભાવ પૂર્ણ છે. દેશલસર તળાવનું પણ શહેરમાં મહત્વ છે. પરંતુ વર્ષોથી તેની અવગણના કરવામાં અાવી રહી છે. અા કારણે જ હાલ અા તળાવમાં ગંદકી યુક્ત પાણી જોવા મળી રહ્યુ છે. તળવાને સ્વચ્છ કરવાની કોઇ કામગીરી ગંભીરતા પૂર્વક કરવામાં અાવતી નથી.
સંસ્થાઅોની મદદ લેવી જોઇઅે
પાલિકાઅે તાજેતરમાં હમીરસર તળાવને ઊંડું કરવાની કામગીરી હાથધરી હતી. જેમાં વિવિધ સંસ્થાઅોઅે પણ મદદ કરી હતી. સંસ્થાઅો દ્વારા કરાતી અા કામગીરી અાવકારદાયક છે. ત્યારે અા દેશલસર તળવાની સુધારણા કરવા પાલિકાઅે સંસ્થાઅોની મદદ લેવો જોઇઅે.