ઓપ્પો રેનો 5 પ્રો પ્લસમાં 50MP ક્વાડ-રિઅર કેમેરા હશે, 65 વૉટનું ફાસ્ટનું ચાર્જિંગ પણ મળશે

0
0

ઓપ્પોના રેનો સિરીઝના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન રેનો 5 પ્રો પ્લસની ડિટેલ હવે સામે આવી રહી છે. કંપનીએ Weibo પર પોસ્ટ દ્વારા કન્ફર્મ કર્યું છે કે, આ સ્માર્ટફોનમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ કરવામાં આવશે. જેમાં 50MP (મેગાપિક્સલ) સોની IMX766 પ્રાઈમરી સેન્સર હશે. પોસ્ટની સાથે સ્માર્ટફોનની ઈમેજ પણ શેર કરવામાં આવી છે.

તે 5G સ્માર્ટફોન હશે. તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવશે. રિઅર કેમેરાને એક અલગ સેક્શનમાં ફિક્સ કરવામાં આવ્યો છે. જેમાં 3 કેમેરા લેંસ એક લાઈનમાં છે. તેની નીચેની તરફ ડ્યુઅલ LED ફ્લેશ આપવામાં આવી છે.

65 વોટ ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે…

ઓપ્પોએ પોસ્ટમાં કન્ફર્મ કર્યું છે કે તે 50MP સોની IMX766 સેન્સર એક્સટ્રીમ ઈમેજિંગ પાવરની સાથે આવશે. ફોનની શેર કરવામાં આવેલી ઈમેજને જોઈએ એ ખબર પડે છે કે તેના રિઅર કેમેરાની ડિઝાઈન રેનો 5 પ્રો જેવી જ હશે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ફોનમાં 65 વોટ સુપરવૂશ 2.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજી 4000mAh બેટરીને 25 મિનિટમાં ફૂલ ચાર્જ કરે છે.

પંચ હોલ ડિસ્પ્લે મળશે…

ફોન સંબંધિત અન્ય માહિતી પ્રમાણે, ઓપ્પો રેનો 5 પ્રો પ્લસમાં પંચ હોલ ડિસ્પ્લે મળશે. આ હોલ ટોપ લેફ્ટ કોર્નરની તરફ હશે. વોલ્યુમ રોકરને લેફ્ટ અને પાવર બટનને રાઈટ સાઈડમાં ફિક્સ કરવામાં આવ્યા છે. માઈક્રોફોન, સ્પીકર ગ્રિલ અને સિમ ટ્રે ફોનમાં નીચેની તરફ મળશે. ફોનમાં કર્વ્ડ ડિસ્પ્લે મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here