અમદાવાદ : શિક્ષકે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી ન હોવા છતાં OTP આવ્યો અને રૂ. 1.30 લાખ ડેબિટ થઈ ગયા

0
4

શહેરમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વાપરે છે ત્યારે હવે તેમના કાર્ડમાંથી બારોબાર પૈસા ડેબિટ થઈ જાય છે. સોલા સાયન્સ સીટી રોડ પર રહેતા અને શિક્ષકના રૂ. 1.30 લાખ બારોબાર ડેબિટ થઈ ગયા હતા. આ પૈસા પહેલા રૂ.1.06 લાખનો પણ મેસેજ આવ્યો હતો જે રકમ ડીકલાઈન થઈ ગઈ હતી. સોલા પોલીસે શિક્ષકનો ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શિક્ષકે તાત્કાલિક SBIના કસ્ટમર કેરમાં ફોન કરી જાણ કરી હતી

સાયન્સ સીટી રોડ પર આવેલા વેદાંત શ્રીજી એનકલેવમાં અશોકભાઈ પટેલ રહે છે અને તેઓ સત્તાધાર પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ SBIનું ક્રેડિટ કાર્ડ ધરાવે છે. 30 જુનના રોજ અશોકભાઈના નંબર પર તેમના SBI ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1.30 લાખની ખરીદી માટે OTPનો મેસેજ આવ્યો હતો. તેઓએ ખરીદી કરી ન હોવા છતાં મેસેજ આવતાં તેઓએ તાત્કાલિક SBIના કસ્ટમર કેરમાં ફોન કરી જાણ કરી હતી. પેમેન્ટ પ્રોસેસમાં હોવાનું કહ્યું હતું.

રૂ. 1.06 લાખની ખરીદી માટે OTPનો મેસેજ આવ્યો

બે દિવસ બાદ આ જ રીતે રૂ. 1.06 લાખની ખરીદી માટે OTPનો મેસેજ આવ્યો હતો. તરત બીજા મેસેજમાં રૂ.106 લાખ ડીકલાઈનનો મેસેજ આવ્યો હતો. ફરીથી તેઓએ કસ્ટમર કેરમાં ફોન કરી અને રૂ.1.30 લાખના પેમેન્ટ સ્ટોપ કરવાનું કહેતા તેઓએ રૂ. 1.30 લાખ ડેબિટ થઈ ગયા હોવાનું કહ્યું હતું. સાયબર ક્રાઈમમાં તેઓએ જાણ કરતા ટિકિટ નંબર મળતા સોલા પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here