પાકિસ્તાનની ચાલ : PAK સરકાર ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 18 ઓગસ્ટે ચૂંટણી કરાવશે;સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી, ભારતે વિરોધ કર્યો

0
4

ઈસ્લામાબાદ. પાકિસ્તાન સરકારે ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન 18 ઓગસ્ટે અહીંયા ચૂંટણે કરાવશે. સરકારે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ વિસ્તારમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. તો બીજી બાજુ ભારતે તેનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલે સરકારને ચૂંટણી કરાવવા માટે 2018 પ્રશાસનિક આદેશમાં સુધારો કરવાની મંજૂરી આપી હતી.

ભારતે આ નિર્ણયનો વિરોધ કર્યો 
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલા નિવેદન મુજબ,રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શનિવારે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 18 ઓગસ્ટે વિધાનસભા ચૂંટણી યોજવાની મંજૂરી આપી દીધી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન(GB)ચૂંટણી પંચ 24 મત વિસ્તારમાં ચૂંટણી યોજશે. ભારતે ગત મહિને નવી દિલ્હીમાં એક વરિષ્ઠ પાકિસ્તાની રાજદ્ધારીને એક સીમાંકન આપીને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

પાકિસ્તાન સરકાર પાસે બળજબરી હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથીઃભારત
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના આખા કેન્દ્ર પ્રદેશ જેમાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનનું ક્ષેત્ર પણ સામેલ છે જે દેશનું અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનની સરકાર અથવા તેની ન્યાયપાલિકા પાસે ગેરકાયદે રીતે અને બળજબરી કબજા વાળા વિસ્તારમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.