26 જાન્યુઆરીની પરેડમાં 5 ગણા ઓછા દર્શક હશે, પેરેડના રૂટને પણ 8થી ઘટાડાની 3 કિમી કરાયો

0
14

કોરોનાકાળમાં દેશ 2021ના પ્રજાસત્તાક દિવસને અલગ રીતે ઉજવશે. આ વખતે વિજય ચોકથી રાજપથ સુધી નીકળનારી મુખ્ય પરેડ ખૂબ જ સીમિત રહેશે. પરેડનું આયોજન કરનાર રક્ષા મંત્રાલયે સૂત્રોને જણાવ્યું કે સામાન્ય રીતે પરેડ જોવા માટે સવા લાખ લોકો આવે છે. કોરોનાના પગલે આ વખતે માત્ર 25000 હજાર લોકોને જ આવવા દેવામાં આવશે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ગણતંત્ર દિવસ સમારંભના મુખ્ય અતિથિ બનશે. આ છઠ્ઠી વખત ગણતંત્ર દિવસ પર બ્રિટનના મુખ્ય અતિથિ હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું કે ગણતંત્ર દિવસ સમારંભમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટિકિટોનું વેચાણ અને વિશેષ અતિથિ પાસની સંખ્યા ખૂબ જ ઓછી કરવામાં આવી છે.

કાઉન્ટર પરથી માત્ર 4500 ટિકિટોનું વેચાણ

આ વખતે 4 કાઉન્ટરો પરથી ગણતંત્ર દિવસ કાર્યક્રમની ટિકિટોનું વેચાણ થશે. કુલ 4500થી વધુ ટિકિટનું વેચાણ થશે નહિ. 2020ના ગણતંત્ર દિવસની પરેડમાં 32 હજાર ટિકિટોનું વેચાણ થયું હતું. દિલ્હીમાં 8 પ્રકારના કેન્દ્રો પરથી ટિકિટનું વેચાણ થયું હતું. મીડિયા કર્મચારીઓ અને તેમના પરિવાર માટે 5000થી વધુ પાસ ઈસ્યુ થાય છે, જોકે આ વખતે માત્ર 300 પાસ જ આપવામાં આવ્યા છે.

ઝાંખિયોની સંખ્યામાં ઘટાડો કરાયો નથી

પરેડમાં નીકળનારી ઝાંખિયોમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આ વખતે 16 રાજ્યો અને 6 કેન્દ્રીય વિભાગોની ઝાંખિયો પરેડમાં સામેલ થશે. જોકે સેના અને પેરામિલેટ્રીની માર્ચિંગ ટુકડિયોમાં જવાનોની સંખ્યા પણ ઓછી રહેશે. આ વખતે ચાર સ્કૂલોની બે ડાન્સ ટુકડિયોની પરવાનગી આપવામાં આવી છે. ગત પરેડેમાં 8 સ્કૂલોએ ભાગ લીધો હતો.

પરેડ નેશનલ સ્ટેડિયમ સુધી જ થશે

ગણતંત્ર દિવસની પરેડ રાજપથથી માર્ચ કરતી લાલકિલ્લા પર ખત્મ થતી હતી. આ વખતે ઈન્ડિયા ગેટના નેશનલ સ્ટેડિયમ પર જ તેને પૂર્ણ કરવામાં આવશે. એટલે કે પરેડનો રસ્તો 8થી ઘટાડીને 3 કિલોમીટર કરી દેવામાં આવ્યો છે.

બંગ્લાદેશનું બેન્ડ સામેલ થશે

પાડોશી દેશ બાંગ્લાદેશ તની આઝાદીના સ્વર્ણ જયંતીના પ્રસંગે ગણતંત્ર દિવસ સમારંભમાં પોતની સેનાનું બેન્ડ મોકલી રહ્યું છે. 1971ના યુદ્ધમાં ભારતીય સેનાની મહત્વની ભૂમિકાના પગલે બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી મુક્તિ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here