- Advertisement -
ભાજપ પાર્ટી દ્વારા ખેલૈયાઓને બોલાવી કરાઈ રહ્યો છે પ્રચાર
ઉમેદવાર અને પાર્ટીનો ખેલૈયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પ્રચાર
વિવિધ વિસ્તારોમાં જઈ રાસ-ગરબા રમી કરી રહ્યા છે પ્રચાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કરવાને લઇ અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભાજપ પાર્ટી દ્વારા રાસ ગરબા ટીમ બોલાવી રાસ ગરબા રમીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવા માટે શહેરના વિવિધ વિસ્તારો જઈ ને ખૈલીયાઓ રાસ ગરબા રમી ને ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહયા છે.
અલ્પેશ ત્રિવેદી, ધોરાજી