દાહોદ : ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફરનો પગ લપસ્યો, RPFના જવાને ટ્રેનની પાછળ દોડીને જીવ બચાવ્યો

0
20

દાહોદ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવિડ સ્પેશલ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ મુસાફરનો પગ અચાનક લપસ્યો હતો. આ સમયે ત્યાં હાજર RPF જવાને ટ્રેનની પાછળ દોડીને મુસાફરને ટ્રેનની નીચે સરકતો બચાવ્યો હતો અને RPF જવાને દેવદુત બનીને મુસાફરનો જીવ બચાવી લીધો હતો. ચાલુ સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરવા જતી વખતે મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે ફસાઈ ગયો હતો જોકે, RPF જવાનની સમયસૂચકતાને પગલે મુસાફરનો જીવ બચ્યો હતો.

RPF જવાન એક ક્ષણનો પણ વિચાર કર્યાં વિના ટ્રેનની પાછળ દોડ્યો
(RPF જવાન એક ક્ષણનો પણ વિચાર કર્યાં વિના ટ્રેનની પાછળ દોડ્યો)

 

ટ્રેનમાંથી ઉતરતી વખતે મુસાફરનો પગ ટ્રેન નીચે ફસાઇ ગયો

મંગળવારે રાત્રે 8 વાગ્યે બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ કોવિડ સ્પેશલ ટ્રેન દાહોદ સ્ટેશન પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન સ્લીપર કોચમાંથી મુસાફર ઉતરતી વખતે ટ્રેન ઉપડી ગઇ હતી અને મુસાફરે બેલેન્સ ગુમાવતા તે ટ્રેન અને પ્લેટફોર્મ ફસાઇ ગયો હતો અને મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બચવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. ત્યારે પ્લેટફોર્મ પર હાજર RPF જવાન બાબુસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી.

મુસાફરને બહાર ખેંચવાનું ચાલુ કરીને જીવ બચાવ્યો
(મુસાફરને બહાર ખેંચવાનું ચાલુ કરીને જીવ બચાવ્યો)

 

RPF જવાને એક ક્ષણનો પણ વિચાર કર્યાં વિના મુસાફરનો બચાવ્યો

બાબુ રાઠોડે એક ક્ષણનો પણ વિચાર કર્યાં વિના દોટ મૂકી હતી અને મુસાફરને બહાર ખેંચવાનું ચાલુ કરી દીધુ હતું. આ દરમિયાન પ્લેટફોર્મ પર હાજર લોકોની નજર આ ઘટના પર પડી હતી અને ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. ગણતરીના સેકન્ડમાં બાબુસિંહ રાઠોડની સતર્કતાને કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો અને RPF જવાને મુસાફરને જીવનદાન આપ્યું હતું. મુસાફરે RPF જવાનનો આભાર માન્યો હતો.

આ સમયે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા
(આ સમયે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા)

છેલ્લા બે વર્ષમાં RPF દ્વારા 548 લોકોને ટ્રેન અકસ્માતમાંથી બચાવ્યા

ટ્રેનમાં ચડતી અને ઉતરતી વખતે વારંવાર મુસાફરો અકસ્માતનો ભોગ બને છે અને છેલ્લા બે વર્ષમાં RPF દ્વારા 548 લોકોને ટ્રેન અકસ્માતમાંથી બચાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here