ટૂંક સમયમાં સિગ્નલ એપ પર પેમેન્ટ ફીચર લોન્ચ થશે

0
5

વ્હોટ્સએપના પ્રાઈવસી વિવાદોને લીધે એકાએક લાઈમલાઈટમાં આવેલી અને યુઝર્સને પસંદ પડી રહેલી મેસેજિંગ એપ સિગ્નલમાં પણ વ્હોટ્સએપની જેમ પેમેન્ટ ફીચર લોન્ચ થશે. આ પેમેન્ટ ફીચરનું કંપની હાલ ટેસ્ટિંગ કરી રહી છે. તે એટલું એડવાન્સ્ડ અને સિક્યોર હશે કે તેના માટે યુઝરે તેમનાં બેંક અકાઉન્ટ કે ડેબિટ કાર્ડ લિંક કરવાની જરૂર નહિ રહે. અર્થાત તેમાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થઈ શકશે. યુકેના બીટા યુઝર્સ પર આ અપકમિંગ ફીચરનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ

યુકેના બીટા યુઝર્સમાં સિગ્નલમાં પેમેન્ટ ઓપ્શન જોવા મળી રહ્યો છે. તેની મદદથી યુઝર પ્રાઈવસી ફોકસ્ડ મની સેન્ડ અને રિસીવ કરી શકશે. તેના માટે સિગ્નલે પેમેન્ટ નેટવર્ક મોબાઈલકોઈનનો સપોર્ટ લીધો છે. તે ક્રિપ્ટોકરન્સી ઓફર કરે છે. સિગ્નલ યુઝરે પેમેન્ટ માટે મોબાઈલકોઈન વોલેટનો ઉપયોગ કરવાનો રહેશે. વોલેટથી યુઝર્સ અન્ય યુઝર્સને પૈસા આપી શકશે અને મેળવી શકશે અને તમામ ટ્રાન્જેક્શન ટ્રેક કરી શકશે.

ટ્રાન્જેક્શન હિસ્ટ્રી સેફ રહેશે

મોબાઈલકોઈનની ડિઝાઈન એવી છે કે પેમેન્ટ ફીચર પર સિગ્નલનો કોઈ એક્સેસ નહિ રહે. યુઝર માત્ર મની ટ્રાન્સફર કરી શકશે તેમના ટ્રાન્જેક્શનની માહિતી કંપની પાસે નહિ હોય.

મોબાઈલકોઈનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ટ્રાન્જેક્શન એક્સેસ કરી શકતું નથી. તેથી યુઝર સિવાય તેમનાં ટ્રાન્જેક્શન ડેટાની માહિતી કોઈની પાસે નહિ હોય. જોકે આ ફીચર ગ્લોબલી ક્યારે લોન્ચ થશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here