Friday, March 29, 2024
HomeIPL વિરુદ્ધ પાકિસ્તાન : PCBએ કહ્યું, એશિયા કપ આ વર્ષે થશે જ,...
Array

IPL વિરુદ્ધ પાકિસ્તાન : PCBએ કહ્યું, એશિયા કપ આ વર્ષે થશે જ, IPL માટે તેને સ્થગિત કરવામાં આવશે નહીં

- Advertisement -

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કહ્યું છે કે, એશિયા કપ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે મોકૂફ રાખવામાં આવશે નહીં. તે પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા યુએઈમાં કરી શકાય છે. PCBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વસીમ ખાનના જણાવ્યા અનુસાર, એશિયા કપ IPL માટે મોકૂફ રાખવામાં આવશે નહીં.

એશિયા કપ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાવાનો છે. પાકિસ્તાને યજમાની કરવાની છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. આ જ કારણ છે કે પાકિસ્તાન ટૂર્નામેન્ટને શ્રીલંકા અથવા યુએઈમાં સ્થળાંતર કરવાની વાત કરી રહ્યું છે.

T-20 વર્લ્ડ કપ થવો અઘરો છે

IPL 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. મહામારીના કારણે એશિયા કપ અને પછી ઓસ્ટ્રેલિયામાં થનાર T-20 વર્લ્ડ કપ પર પણ સંકટના વાદળ ઘેરાયેલા છે. BCCI ઈચ્છે છે કે, જો આમાંથી એકપણ ટૂર્નામેન્ટ રદ્દ થાય તો તેની જગ્યાએ IPL કરાવવામાં આવે. આ વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

UAE એશિયા કપ માટે તૈયાર છે

વસીમ ખાને મીડિયાને જણાવ્યું હતું કે, “એશિયા કપ થશે. પાકિસ્તાનની ટીમ 2 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરશે. તે પછી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં એશિયા કપ થઈ શકે છે. પરિસ્થિતિના આધારે, તે શ્રીલંકામાં થઈ શકે છે. જો તે ના પાડી દે તો UAE યજમાની માટે તૈયાર છે.”

અત્યારે ભારતપાકિસ્તાન સીરિઝ વિશે વાત  કરવી જોઈએ

ભારત-પાકિસ્તાન સીરિઝની સંભાવના અંગે વસીમે કહ્યું કે, આ અફસોસની વાત છે, પરંતુ આપણે હવે ભારત સાથે રમવા અંગે ભૂલી જવું જોઈએ. બંને દેશોની સીરિઝ માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. અત્યારે સીરિઝ શક્ય નથી. તેથી આ વિશે વાત ન કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular