અમદાવાદ : મદદ કરવા ઘર બહાર જવાની જરૂર નથી, હીરાવાડીના લોકોએ ઘરે જમવાનું બનાવી 1800 લોકોને જમાડ્યાં

0
9

અમદાવાદઃ કોરોના વાઈરસ હાલ સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 73 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. આ પોઝિટિવ કેસમાંથી 6 લોકોના મોત થઈ ગયા છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે હાલ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે લોકો ઘર બહાર નીકળી શકતા નથી. આમ છતાં રોજનું કમાઈને રોજનું ખાનારાને બે ટંકનું ભોજન આપવા કેટલાક લોકો ઘરમાં રહીને પણ ભૂખ્યાને ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો છે. શહેરના હીરાવાડી વિસ્તારના લોકોએ ઘરે બેઠા જ ભૂખ્યાને ભોજન પહોંચડાવાનું કામ ઉપાડ્યું છે. હીરાવાડીના હજારો ઘરોમાં ભૂખ્યા માટે થેપલા અને રાયતું બનાવવામાં આવ્યું હતું.

આવતીકાલે દરેક ઘરમાંથી રોટલી અને શાક આપશે

આ વિસ્તારના દરેક ઘરમાંથી સાત જેટલા થેપલા અને રાયતું બનાવીને લોકોને પહોંચાડવા માટે વોલેન્ટિયર્સ(સ્વયં સેવકો)ને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ વોલેન્ટિયર્સે 1800 જેટલા ભૂખ્યા લોકોને ખાવાનું પહોંચાડ્યું હતું. જ્યારે આવતીકાલે દરેક ઘરમાંથી રોટલી અને શાક આપીને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here