પ્રાંતિજ : CAA અને NRC ના વિરોધમાં મુસ્લીમ સમાજ ના લોકો એ સજજડ બંધ પાડયું.

0
17

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ CAA અને NRC  ના વિરોધમાં મુસ્લીમ સમાજ ના લોકો એ સજજડ બંધ પાડયું હતું અને CAA અને NRC નો  વિરોધ કર્યો હતો તો હિન્દુ ધર્મ ના લોકો એ રાબેતામુજબ ધંધા રોજગાર ચાલુ રાખ્યા હતા.

હિન્દુ સમાજ ની દુકાનો ખુલ્લી જોવા મળી.
બહુજન કાંતિ મોરચા દ્વારા બંધ નું એલાન આપવામાં આવ્યું. 
CAA NRC ના વિરોધમાં પ્રાંતિજ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો.

બહુજન કાંતિ મોરચા દ્વારા ભારત બંધ નું એલાન સાથે મુસ્લીમ સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા પણ બધ નું એલાન આપવામાં આવ્યું હતું જેને લઈને ગુજરાત માં પણ વિવિધ શહેરોમાં વિસ્તારો માં બધ ની અસર જોવા મળી હતી તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ પ્રાંતિજ ખાતે રહેતા મુસ્લીમ સમાજ ના લોકો વેપારીઓ દ્વારા વહેલી સવારથી CAA અને NRC  ના વિરોધમાં પોતાના ધંધા રોજગાર બંધ પાડયા હતાં અને વિરોધ નોંધાયો હતો તો પ્રાંતિજ સહિત તાલુકા માં મુસ્લીમ સમાજ ના વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ પાડતાં પ્રાંતિજ ખાતે સજજડ બંધ જોવા મળ્યું હતું

તો પ્રાંતિજ ખાતે હિન્દુ સમાજ ના વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર ચાલું રાખી ને CAA અને NRC ને સમર્થન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પ્રાંતિજ પીઆઈ એમ ડી ચંપાવત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાઈ દેવામાં આવ્યો હતો તો મુસ્લિમ સમાજ દ્વારા પણ શાંતિ પૂર્ણ વાતાવરણ માં બંધ ને સમર્થન આપવાની ખાતરી આપી હતી.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here