અંબાલામાં રાફેલનું ઘર : શહેરના લોકોને દિવસ-રાત ઉડતા જોવા મળશે રાફેલ, યુદ્ધ વિમાન સંબંધિત એરફોર્સના દરેક વિભાગને તાલીમ અપાશે

0
4

અંબાલા. અંબાલાના લોકોને આગામી કેટલાક મહિના સુધી રાફેલ દિવસ-રાત ઉડતા જોવા મળશે. રાફેલ અહીંયા પહોંચ્યા બાદ ભારતીય વાયુસેના તેના પર રાઉન્ડ ધ ક્લોક તાલીમ લેશે. આ તાલીમ આ લડાકુ વિમાનથી જોડાયેલા દરેક ભાગની હશે. અંબાલા એરબેઝથી નિવૃત્ત થયેલ સાર્જન્ટ ખુશવીરસિંહ દત્તે જણાવ્યું કે 80ના દશકમાં જ્યારે નોકરીમાં હતા ત્યારે જગુઆર ફાઈટર પ્લેન ભારત આવ્યું હતું ,ત્યારે પાયલટ અને ટેકનિકલ સ્ટાફે દિવસ અને રાત તાલીમ લીધી હતી.

જગુઆર આવ્યા પહેલા પણ વાયુસેનાનું મનોબળ બહુજ મજબૂત હતું
નિવૃત્ત સાર્જન્ટ ખુશવીરસિંહ જણાવે છે કે જ્યારે હું નોકરી પર હતો ત્યારે જગુઆર ખરીદવામાં આવ્યા હતા. ત્યારે આટલુ બધુ મીડિયા ન હતુ. બહુ ઓછી માહિતી બહાર આવતી હતી.પરંતુ એરફોર્સની અંદરની વાત કરું તો વાયુસેનાનું મનોબળ ખુબ જ મજબૂત થયું હતું. વિમાન આવ્યા ન હતા તે પહેલા જ જવાનોમાં તેની ચર્ચાઓ થવા લાગી હતી. જગુઆર આવ્યા બાદ વાયુસેનાનો દરેક સૈનિક તેને જોવા માંગતો હતો. તે સમયમાં જગુઆર બહુ જ શક્તિશાળી હતું.

એક ફાઈટર પ્લેનના ઉડાન માટે 15થી વધુ ટ્રેડ સામેલ થતી હતી
દત્તા વધુમાં જણાવે છે કે, એજ જહાજ ઉડાવવા માટે 15થી વધુ ટ્રેડ સામેલ થતી હતી. સામાન્ય લોકોને તો જહાજ ઉડતું નજરે આવતું હતું. તેઓને ફક્ત પાયલટની કાર્યકારી સ્થિતિ જ દેખાય છે,પરંતુ તે જહાજથી જોડાયેલી 15થી વધુ ટ્રેડ કામ કરી રહી હતી. એક નવી ચીજ બેઝ પર આવશે તો આગામી દિવસો પડકાર ભર્યા બની રહેશે. આ બધું સમજવા માટે તેઓ દિવસ અને રાત પ્રેક્ટિસ કરશે.

ઉડાનથી ત્રણ કલાક પહેલા પ્રેક્ટિસ શરુ કરવામાં આવે છે
દત્ત વધુમાં કહે છે કે, ફાઈટર ઉડાન ભરવાના ત્રણ કલાક પહેલા પ્રેક્ટિસ શરુ કરવામાં આવે છે. એવું નથી હોતું કે આપ રાત્રે તેને વ્યવસ્થિત હાલતમાં છોડીને ગયા પછી સવારે ફરી તે જ હાલતમાં ઉડાન શરુ કરી શકશો, પરંતુ સવારે ફરી શૂન્યથી શરુ કરવું પડે છે. તમામ પ્રકારની તપાસ બાદ જ તેને રન-વે પર ઉતારવામાં આવે છે.આ તમામ પ્રક્રિયામાં લગભગ ત્રણ કલાક લાગે છે.

એરફોર્સને 43 ફ્લાઈંગ સ્ક્વોડ્રન જોઈએ, આપણી પાસે ફક્ત 34
ભારતીય વાયુસેનાને 43 ફ્લાઈંગ સ્ક્વોડ્રનની જરૂર છે,પરંતુ આપણી પાસે ફક્ત 34 છે. આમાંથી પણ 6-8 વર્ષમાં 8 સ્ક્વોડ્રન ડી-ગ્રેડ થવા જઈ રહ્યા છે. ત્યારે ફક્ત 26 સ્ક્વોડ્રન જ રહેશે. આના કારણે આપણા વિમાનોની ક્ષમતા અડધી જ રહી જશે. આવામાં ભારતે વધુ ફાઈટર ખરીદીને વાયુસેનાની તાકાત વધારવી જોઈએ. આપણી પાસે કુશળ મેનપાવર છે, પણ તે લેવલના ફાઈટર પણ જોઇએ. રાફેલ આવવાથી એરફોર્સની તાકાતની ક્ષમતામાં વાધારો થશે, પરંતુ હજી વધુ ફાઈટર પ્લેનની જરૂર છે.

અંબાલા એરબેઝ પર રાફેલની તૈનાતી ખુબ જ મહત્વપૂર્ણ
દત્ત કહે છે કે, અંબાલા એરબેઝ વેસ્ટર્ન એર કમાન્ડનું ખુબ જ મહત્વપૂર્ણ એરબેઝ છે. આ બેઝ એરપોર્ટ માટે ડાબા અને જમણા હાથની જેમ કામ કરે છે. પાકિસ્તાનની અલગ-અલગ બોર્ડર આ એરબેઝથી 200, 250 અને 300 કિલોમીટર જ દૂર છે. ચીન બોર્ડર પણ આ એરબેઝથી નજીક છે. અંબાલામાં રાફેલની તૈનાતી બંને દેશોને કવર કરશે.

એરફોર્સ માટે ઉપહાર છે રાફેલ
રાફેલનો મતલબ તૂફાન થાય છે. આ ફાઈટર પ્લેન આપણા દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આજે પણ જે ફાઈટર પ્લેન છે તે અતિઆધુનિક રહ્યા નથી. છેલ્લા 20 વર્ષથી કોઈ જ ફાઈટર પ્લેનની ખરીદી કરવામાં આવી નથી. જેનું મોટું કારણ રાજનીતિ છે. હવે જયારે પાકિસ્તાન અને ચીન આપણા દેશની સરહદ પર ખરાબ નજરોથી જોઈ રહ્યું છે ત્યારે રાફેલ એરફોર્સ માટે એક ઉપહાર સમાન છે. જેનાથી સેનાના જવાનોનું મનોબળ મજબૂત બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here