Friday, August 6, 2021
Homeદહેગામ : સેવાસદન માં આધારકાર્ડમાં સુધારા-વધારા અને નવા કઢાવવા માટે તાલુકાની જનતા...
Array

દહેગામ : સેવાસદન માં આધારકાર્ડમાં સુધારા-વધારા અને નવા કઢાવવા માટે તાલુકાની જનતા ખાઇ રહી છે ધક્કા.

દહેગામ સેવાસદનમાં આધાર કાર્ડ માં સુધારા-વધારા અને નવા કઢાવવા માટે તાલુકાની જનતા ધરમ ધક્કા ખાઇ રહી છે તો સરકારે આ બાબતે તકેદારીના પગલાં લેવા જોઈએ.

 

 

દહેગામમાં આવેલી સેવાસદન કચેરીમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકો ખાય છે ધરમ ધક્કા.
હાલમાં આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા સરકાર તરફથી બંધ હોવાથી લોકો કરી રહ્યા છે પરેશાનીનો સામનો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જનતા આધાર કાર્ડ કઢાવવા માટે દહેગામ ખાતે આવેલ સેવાસદન કચેરીમાં દરરોજ ના સંખ્યાબંધ લોકો કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. અને આધારકાર્ડ વિભાગમાં બોર્ડ લગાવવાનું છે કે હાલમાં આધાર કાર્ડ બંધ છે. તો હાલમાં સરકારી નોકરી માટે અને વિદ્યાર્થીઓ માટે આધારકાર્ડ માટેની ખાસ જરૂર હોવાથી તેમજ અન્ય કામો માટે આધારકાર્ડ મુખ્ય ગણવામાં આવે છે. તેથી તાલુકા અને શહેર ની જનતા આ કચેરીમાં દરરોજ આવીને પાછા જઈ રહ્યા છે.

હાલમાં સરકારની આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા બંધ હોવાથી લોકો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો સરકારે હવે પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને દરરોજના ગણતરી બંધ વ્યક્તિઓને લાઈનમાં ઊભા રાખીને ધીમે ધીમે આધાર કાર્ડની પ્રક્રિયા ચાલુ કર્યા કરવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. કારણ કે કોઈપણ પુરાવામાં આધારકાર્ડ વિના ચાલી શકતું નથી. તો આ બાબતે સરકાર સુચારું આયોજન કરે તેવી લોક લાગણી પ્રબળ બની છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments