મહારાષ્ટ્ર : કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડીવારમાં જ વ્યક્તિનું મોત.

0
3

મહારાષ્ટ્રમાં વેક્સીન લીધાના થોડા સમય બાદ મોતનો મામલો સામે આવ્યો છે. મંગળવારે રાજ્યમાં કોવિડ-19 વેક્સીનનો બીજો ડોઝ લીધાના થોડા સમય બાદ એક વ્યક્તિનું મોત થઈ ગયું. સ્વાસ્ય્મકર્મી તરીકે કાર્યરત વ્યક્તિએ પહેલો ડોઝ 28 જાન્યુઆરીએ લીધો હતો. હાલ ડૉક્ટરોનું કહેવું છે કે મોતનું અસલી કારણ હજુ જાણી શકાયું નથી. તેઓએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા વ્યક્ત કરી છે.

ભિવંડીના રહેવાસી સુખદેવ કિરદત વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં લગભગ 15 મિનિટ સુધી બેભાન રહ્યા. ત્યારબાદ તેમને નજીકમાં આવેલી ઈન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. બે બાળકોના પિતા કિરદત આંખોના એક ડૉક્ટર માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેઓએ 28 જાન્યુઆરીએ પહેલો ડોઝ લીધો હતો.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14989 કેસો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના નવા કેસોમાં ઉછાળો નોંધાયો છે, જે પ્રમાણે 14 હજાર 989 નવા કેસો સામે આવ્યા છે. વળી કાલે 98 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી 1 કરોડ 56 લાખથી વધુ લોકોનને વેક્સિન લાગી ચૂકી છે. જાણો કોરોનાની સ્થિતિ….

અત્યાર સુધી 1 લાખ 55 હજાર 813 લોકોના મોત….

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજ આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના પૉઝિટીવી કેસોની સંખ્યા 1 કરોડ 11 લાખ 39 હજાર 516 પહોંચી ગઇ છે. આમાંથી 1 લાખ 57 હજાર 346 લોકોના મોત થઇ ચૂક્યા ચે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે વધીને 1 લાખ 70 હજાર 126 થઇ ગઇ છે. વળી કુલ ડિસ્ચાર્જ થયેલા કેસોની સંખ્યા 1 કરોડ 8 લાખ 12 હજાર 44 છે. દેશમાં અત્યાર સુધી 1 કરોડ 56 લાખ 20 હજાર 749 લોકોને કોરોના વાયરસની વેક્સિન લગાવવામાં આવી છે.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ મહારાષ્ટ્ર, કેરાલા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટકા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરમાં ઉચ્ચ સ્તરની મલ્ટી ડિસીપ્લીનરી ટીમ બનાવવામાં આવી છે. જેથી અહીં મહામારી પર કાબુ મેળવવા માટે સખ્તી અને ઝડપથી ઉપાય કરવામાં આવી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here