UPSCએ CSEની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે. બીજા નંબર પર અનિમેષ પ્રધાન, ત્રીજા નંબર પર દોનુરૂ અનન્યા રેડ્ડી ચોથા નંબર પર પીકે સિદ્ધાર્થ અને પાંચમા નંબર પર રૂહાની છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતા પવનને યુપીએસસીમાં 239મી રેન્ક મળી છે. કાચા મકાન અને પોલીથિનના છાપરામાં રહેતા પવનના ઘરનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યોં છે.UPSCમાં 239મી રેન્ક મેળવનારા પવન કુમારને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી છે. પવનની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. પવન કુમાર દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરતા હતા, તેમના ઘરનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રશંસા કરી રહ્યાં છે.
પવન કુમારના પિતાનું નામ મુકેશ છે અને તે એક ખેડૂત છે. પવનની માતા સુમન દેવી ગૃહિણી છે. પવનની ત્રણ બહેનો છે. મહત્ત્વપૂર્ણ છે કે પવને 2017માં નવોદય સ્કૂલમાં ઇન્ટરની પરીક્ષા પાસ કરી હતી. ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા બાદ અલ્હાબાદથી તેને BAની પરીક્ષા પાસ કરી હતી. પવન કુમારે દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. પવન કુમારે 2 વર્ષની કોચિંગ બાદ મોટાભાગનો સમય પોતાના રૂમમાં રહીને જાતે જ અભ્યાસ કર્યો હતો. પવન કુમારને ત્રીજા પ્રયાસમાં સફળતા મળી છે. પવનની સફળતાથી તેનો પરિવાર ઘણો ખુશ છે.