સુરત : કતારગામમાં આરોગ્ય અધિકારીની ખોટી ઓળખ આપી રેસ્ટોરન્ટ માલિક પાસેથી 20 હજારની માંગણી કરનાર ઝડપાયો

0
7

સુરત. કતારગામ વિસ્તારમાં આવેલી આંબાતલાવડી એવલોનની બાજુમાં નાગનાથ સોસાયટીમાં આવેલા સી.કે. નાસ્તા ગૃહના પહેલા માળે એક સફેદ કલરની ફોર વ્હિલરમાં આવીને ચાર ઈસમોએ રૂપિયાની માંગ કરી. પોતે આરોગ્ય વિભાગમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપીને લોકડાઉનમાં દુકાન કેમ ખોલી છે તેમ જણાવી પહોંચ બનશે તેવી ધમકી આપી. બાદમાં પહોંચ ન બનાવવાના બદલામાં 20 હજારની માંગ કરી. ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી દિપેશ જી. પટેલ પાસેથી મીડિયાનું આઈકાર્ડ પણ મળી આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે નકલી અધિકારી બનેલાને ઝડપી લીધો

સીંગણપોર ચાર રસ્તા ચોકબજાર ખાતે રહેતા ચંદુભાઈ ખોડાભાઈ લીંબાણી રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની રેસ્ટોરન્ટ પર બીજી જુલાઈના રોજ દિપેશ પટેલ અને સંજય તથા અન્ય બે અજાણ્યા ઈસમો આઈ ટવેન્ટી ગાડીમાં(જીજે 5 સીએન 8204) ચારેય ઈસમોમાંથી બે નીચે ઉતર્યા અને ફરિયાદી ચંદુભાઈ લીંબાણીને તેઓ ફુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાઁથી આવ્યા છીએ અને તમે લોકડાઉનમાં રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ જણાવી પહોંચ દંડની બનશે અને તમારે પહોંચ ન બનાવવી હોય તો 20 હજાર રૂપિયા આપવા પડશે તેવી બળજબરીપૂર્વક માંગ કરી હતી. જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરતાં હાલ દિપેશ પટેલને કતારગામ પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here