દુર્ગાધામના વડીલોની યાત્રા પ્રાચી તીર્થ ખાતે પહોંચી
સરસ્વતી નદીનું જળ અને માટી ભૂદેવો દ્વારા કરાઈ અર્પણ
પ્રથમ તબકકાની આ યાત્રા શરૂ થઈ હતી સૌરાષ્ટ્રથી
અમદાવાદમાં નિર્માણ પામી રહેલ દુર્ગાધામના વડીલોની યાત્રાનો પ્રથમ ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ત્રણ દિવસીય યાત્રામાં બિજા દિવસે વડીલૉ દ્વારા ગિરસોમનાથના યાત્રા ધામ પ્રાચી તીર્થ માં મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં હર હર મહાદેવ નાદ સાથે આ કાર્ય-ક્ર્મ્ ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યા બાદ પ્રાચી સરસ્વતી નદીનું જળ અને માટી પ્રાચીના ભૂદેવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર બ્રાહ્મણોના ઉથ્થાન માટે કમરકસવામાં આવી હતી. ભાવેશ રાજ્યગુરૂ તથા ટીમ દ્વારા મહા ભગીરથ કાર્ય સાથે ખૂબ મોટું બીડું ઝડપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના દુર્ગાધામના વડીલો નેવું દિવસમાં સમગ્ર રાજ્યમાં યાત્રા કરી બ્રાહ્મણોને જાગૃત કરવાનું કાર્ય કરનાર છે. પ્રથમ તબકકાની આ યાત્રાસૌરાષ્ટ્ર થી શરૂ થઈ હતી. જયારે તાજેતરમાં ૧૦૯ બ્રહ્મ વડીલો પ્રાચી તીર્થ ની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. આ વડીલ સેતુના કાર્યક્ર્મ્ને સફળ બનાવવા માટે પ્રાચી બ્રહ્મ સમાજના પ્રમુખ કૌશિક્ભાઇ પંડ્યા તથા મોક્ષ પીપળા સેવા સમિતિ ના પ્રમુખ હિરેન ભાઈ કે. પંડ્યા તથા પ્રાચી તીર્થ માં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
દિપક જોષી, ગીરસોમનાથ