પોલેન્ડ : પ્રાઈવેટ હેલિકોપ્ટરના પાઈલટે પેટ્રોલની ટાંકી ફુલ કરાવવા હેલિકોપ્ટર સીધું પેટ્રોલ પંપ પર લેન્ડ કર્યું

0
0

ગેર્વોલિન. તમે ક્યારેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવતા હોવ અને તમારી પાછળ પેટ્રોલ પૂરાવવા અચાનક હેલિકોપ્ટર આવી જાય તો !  આવી ઘટના હકીકતમાં પોલેન્ડના ગેર્વોલિન શહેરમાં બની છે. એક અજાણ્યો પાઈલટ પોતાનું પ્રાઈવેટ હેલિકોપ્ટર લઈને પેટ્રોલ પંપ પર આવ્યો હતો. તેના હેલિકોપ્ટરમાં પેટ્રોલ પૂરું થઇ ગયું હોવાથી તેણે સીધું પેટ્રોલ સ્ટેશન પર લેન્ડ કર્યું. આ રીતે હેલિકોપ્ટર જોઇને પેટ્રોલ પંપ પર હાજર લોકો ફોનમાં વીડિયો ઉતારવા માંડ્યા હતા.

આ વ્યક્તિએ હેલિકોપ્ટરમાં પેટ્રોલ પુરાઈને જાણે કઇ જ ના બન્યું હોય તેમ કોકપિટમાં જઈને ટેક ઓફ કરી છૂ થઇ ગયો હતો. મંગળવારથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે, જેને લાખો લોકોએ જોયો છે.

આ આખી ઘટના નજરે જોયેલા એક ભાઈએ કહ્યું કે, મેં જિંદગીમાં અત્યાર સુધી ઘણી વસ્તુઓ જોઈ છે, પણ પેટ્રોલ પંપ પર હેલિકોપ્ટરને લેન્ડ થતા પ્રથમવાર જોયું. આ કામ માટે તમારે સારા પાઈલટની જરૂર પડે. આ વીડિયોને જોઈને હાલ લોકલ પોલીસ આ હેલિકોપ્ટરના માલિકને શોધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here