મોટેરાની ચોથી ટેસ્ટની પીચ બેટ્સમેનો માટે આસાન રહે તેવી બનાવાશે.

0
3

ભારતે ઇંગ્લેન્ડ સામે મોટેરા પર રમાયેલી ત્રીજી ટેસ્ટમાં વિજય તો મેળવ્યો પરંતુ બે દિવસમાં પૂરી થયેલી મેચના લીધે પીચની ભારે ટીકા થતા બીસીસીઆઇ વધારે સાવધ બન્યું છે. આના પગલે ચોથી ટેસ્ટમેચ રમાવવાની છે તે પીચ બેટિંગ પીચ રહેવાની સંભાવના છે, એમ બીસીસીઆઇના આંતરિક સોર્સે જણાવ્યું હતું. આ ઉપરાંત બીસીસીઆઇ આ પ્રકારની પીચ માટે આઇસીસીનો કોઈપણ પ્રકારનો દંડ ભોગવવા માંગતુ નથી અને તેથી અંતિમ ટેસ્ટ બેટિંગ બ્યુટી હોવાનું માનવામાં આવે છે.

ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાય થવા એક ડ્રોની જ જરૃર

ભારત ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી આગળ છે અને તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવા માટે ફક્ત એક ડ્રોની જરૃર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લોર્ડ્સ પર ૧૮થી ૨૨ ફેબુ્રઆરી દરમિયાન રમાવવાની છે. આને ધ્યાનમાં રાખીને હોમ ટીમ હવે કમસેકમ ત્રીજી ટેસ્ટ માટેની પીચ તો રાખવા માંગતુ નથી. બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સારી અને હાર્ડ પીચની આશા છે જે એકદમ મજબૂત હોય અને બોલ પણ ુછળતો હોય. ચોથી ટેસ્ટ પરંપરાગત રેડ બોલ વડે રમાશે.

ભારતને વધુ એક ધૂળ ઉડાડતી પીચવાળી ટેસ્ટ નહીં પોષાય

બીસીસીઆઇના મોટા માથાની સાથે ટીમ મેનેજમેન્ટ પણ તે વાત સમજે છે કે જો વધુ એક ટેસ્ટ પીચ પણ ધૂળવાળી હશે તો નવા સ્ટેડિયમ માટે તે સારી વાત નહી હોય. આ સ્ટેડિયમ પર આઇપીએલની મહત્ત્વની મેચો યોજાવવાની છે અને તેની સાથે વર્ષના અંતિમ ભાગમાં રમાનારા ટી-૨૦ કપની મેચો પણ રમાવવાની છે. બીસીસીઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે જો બે મેચ એક જ સ્થળે રમાય તો તમે એક પરિણામને સાવ અલગ રીતે ન જોઈ શકો. ચાલો અંતિમ ટેસ્ટ પૂરી થવા દો અને પછી મેચ રેફરી જવગલ શ્રીનાથના રિપોર્ટના આધારે આઇસીસી પગલાં લેવાનો નિર્ણય લેશે. હાલમાં તો ઇંગ્લેન્ડની ટીમે કોઈપણ પ્રકારની સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, એમ બીસીસીઆઇએ જણાવ્યું હતું.

ત્રીજી ટેસ્ટ વહેલી પૂરી થવાનું કારણ ફક્ત પીચ નહીં પિન્ક બોલ પણ હતુ

અધિકારીએ જણાવ્યું હતું કે પિન્ક બોલ ટેસ્ટ વહેલી પૂરી થવાનું કારણ બોલ હતો અને તે જે રીતે સ્કિડ થતો હતો તે હતુ. પીચ નહી એમ ઘણા મહાન ભૂતપૂર્વ ઇંગ્લિશ ખેલાડીઓએ જણાવ્યું હતું. પણ તેની સાથે તેમણે આ પ્રકારની પીચની ટીકા પણ કરી હતી અને બીસીસીઆઇ તેનાથી પરિચિત છે. આગામી ટેસ્ટમાં બુમરાહ વ્યક્તિગત કારણોસર રમવાનો નથી, આ સંજોગોમાં ઇશાંત સાથે નવા બોલ સાથેના પાર્ટનર તરીકે ઉમેશ યાદવના બદલે મોહમ્મદ સિરાજને તક મળે તેવી સંભાવના વધારે છે. વોશિંગ્ટન સુંદરને તેની સારી બેટિંગ ક્ષમતાના લીધે જાળવી રાખી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here