ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની હોટલથી 30 કિલોમીટર દૂર પ્લેન ક્રેશ થયું : કોઈ જાન હાનિ નહીં

0
9

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સિડનીમાં જે હોટલમાં ક્વોરન્ટીન કરી રહી છે ત્યાંથી 30 કિલોમીટર દૂર એક લાઈટ પ્લેન ક્રેશ થયું છે. વિરાટ કોહલી અને ટીમ અત્યારે સિડની ઓલિમ્પિક પાર્કમાં ક્વોરન્ટીન પીરિયડ પૂરો કરી રહી છે. શનિવારે ત્યાંથી 30 કિલોમીટર દૂર ક્રેમોર પાર્ક ખાતે સ્પોર્ટીંગ ફિલ્ડ પર એક લાઈટ પ્લેન ક્રેશ થયું હતું. મેદાન પર લોકલ ક્રિકેટર્સ અને ફૂટબોલર્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને આ ઘટનામાં કોઈ જાન હાનિ થઇ નથી.

 

 

ક્રેમોર ક્રિકેટ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ રોલિંસે કહ્યું કે, મેં ચીસો પાડીને બધાને ભાગવાનું કહ્યું હતું. જ્યારે સ્કોટ મૅંનિંગ નામના પ્લેયરે કહ્યું કે, મારા પિતા અને ગર્લફ્રેન્ડ પાર્ક પર હાજર હતા. હું બૂમો પાડતો આવ્યો, સદનસીબે કોઈને હાનિ થઇ નથી. વિમાનના બંને સવાર, જે ફ્લાઈંગ સ્કૂલ સાથે સંકળાયેલા છે, તેઓને ઇજા થઇ છે પરંતુ સલામત છે. કહેવાય છે કે, એન્જીનમાં ખામી હોવાથી પ્લેન ક્રેશ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here