અંકલેશ્વર પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી, એક કામદારનું મોત

0
1

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક શક્કપોર ગામ નજીક વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત નીપજ્યું હતું. ક્રેનનું સંતુલન ગુમાવતા આ દુર્ઘટના થઇ હતી. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.