IPL13 સીઝન : કોલકાતામાં 19 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી થશે, દરેક ટીમ ખેલાડીઓને ખરીદવા માટે 85 કરોડ રૂપિયા ખર્ચી શકશે

0
29

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થશે. પહેલી વખત હરાજી કોલકાતામાં યોજાશે. ખેલાડીઓની ટ્રેડિંગ વિંડો 14 નવેમ્બરે બંધ થઇ જશે. ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, આઠ ફ્રેન્ચાઈઝિયોને ટ્રેડિંગ વિંડો અંગે જાણકારી આપવામાં આવી છે. ગયા વર્ષે બધી ટીમોને 82 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, આ વર્ષની રાશિ તેની સરખામણીએ 3 કરોડ વધારે છે.

85 કરોડ રૂપિયા ઉપરાંત ગયા વર્ષે બચાવેલી રાશિનો ઉપયોગ પણ ટીમ હરાજીમાં કરી શકશે. ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે હરાજીમાં સૌથી વધુ 8.2 કરોડ રૂપિયા બચાવ્યા હતા. જ્યારે રોયલ ચેલેન્જર્સે સૌથી ઓછા 1.8 કરોડ બચાવ્યા હતા. આ વખતે ફ્રેન્ચાઈઝિયોને 3 કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. ગયા વર્ષની ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બન્યું હતું.

કઈ ટીમ પાસે હરાજી માટે બેલેન્સમાં કેટલા રૂપિયા છે

ટીમ બેલેન્સમાં રૂપિયા
દિલ્હી કેપિટલ્સ 8.2 કરોડ
રાજસ્થાન રોયલ્સ 7.15 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ 6.05 કરોડ
સનરાઇઝર્સ હૈદરાબાદ 5.3 કરોડ
કિંગ્સ ઇલેવન પંજાબ 3.7 કરોડ
ચેન્નાઇ સુપરકિંગ્સ 3.2 કરોડ
મુંબઈ ઇન્ડિયન્સ 3.05 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 1.8 કરોડ

આ વખતની હરાજી નાની રહેશે
છેલ્લે આઇપીએલની મોટી હરાજી 2018માં થઇ હતી. ત્યારે દરેક ટીમ પાંચ ખેલાડીઓને જ રિટેન કરી શકે તેમ હતી. આ વખતની હરાજી નવા ખેલાડીઓના સમાવેશ માટે યોજાશે. એટલે કે બધી ટીમોમાં મોટા ભાગે ફેરફાર જોવા મળશે નહીં. આના પછીની મોટી હરાજી 2021માં થશે.

દિલ્હીએ રધરફોર્ડની જગ્યાએ માર્કન્ડેને મુંબઈની ટીમમાંથી લીધો
દિલ્હી પાસે સૌથી વધુ પૈસા બચ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે મોટા ખેલાડીઓ પર દાવ રમશે. દિલ્હીની ટીમ ટ્રેડિંગ વિંડોમાં અન્ય ટીમો કરતાં વધુ સક્રિય છે. શ્રેયસ ઐયરના નેતૃત્વ વાળી ટીમે વેસ્ટ ઇન્ડિઝના શેરફેન રધરફોર્ડ મુંબઈ ઇન્ડિયન્સને આપી દીધો છે. તેની જગ્યાએ તેમણે સ્પિનર મયંક માર્કન્ડેનો પોતાની ટીમમાં સમાવેશ કર્યો છે.

ગાંગુલીએ કહ્યું- અશ્વિનને અમારી ટીમમાં લેવા માગી છીએ
દિલ્હીની ટીમ પંજાબમાંથી રવિચંદ્રન અશ્વિનને પોતાની ટીમમાં સમાવવા માગે છે. અશ્વિનને પંજાબે 2018માં 7.6 કરોડમાં ખરીદ્યો હતો. તેને ટીમનો કપ્તાન બનાવવામાં આવ્યો હતો. તેણે ગયા વર્ષે 15 વિકેટ લીધી હતી. દિલ્હીના મેન્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અમે અશ્વિનને અમારી ટીમમાં લેવા માગીએ છીએ. જો પંજાબ અશ્વિનને અમારી ટીમમાં આવવાની પરવાનગી આપે તો અમને આનંદ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here