ઈમરાનનો ઝુકરબર્ગને પત્ર : પાકિસ્તાની PMએ લખ્યું, ફેસબુક પર ઈસ્લામોફોબિક કન્ટેન્ટને અટકાવો, આનાથી દુનિયામાં કટ્ટરતા વધી રહી છે

0
6

પાકિસ્તાનમાં ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને લોકપ્રિયતા જાળવી રાખવા માટે હવે ઈસ્લામોફોબિયાનો સહારો લીધો છે. તેમણે ઈસ્લામ પ્રત્યે નફરતને મુદ્દો બનાવીને ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે ફેસબુકને ઈસ્લામોફોબિયા સાથે સંકળાયેલી પોસ્ટ હટાવવાની માગ કરી છે.

ફેસબુકે ગત 12 ઓક્ટોબરે યુરોપમાં યહૂદી નરસંહાર સાથે જોડાયેલી એક જુઠ્ઠાણું ફેલાવનારી પોસ્ટ હટાવવાનો નિર્ણય કર્યો. 1940માં થયેલા નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે, ત્યારે જર્મન સેનાએ લગભગ 60 લાખ યહૂદી નાગરિકોને મારી નાખ્યા હતા. આ અંગે ઈન્ટરનેટ પર ખોટી વાતો છે, જેના કારણે ઘણા લોકો તો એવું પણ માનવા લાગ્યા છે કે આ નરસંહાર થયો જ નથી. લોકોને ભ્રમિત કરવા માટે ઘણી અફવાઓ ફેલાવવામાં આવી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડાંક સપ્તાહ પહેલાં જ ફેસબુકે આવી પોસ્ટ ડિલિટ કરવાનું શરૂ કરી દીધું છે.

‘ફેસબુક દ્વારા ઈસ્લામોફોબિયા વધી રહ્યો છે’

ઈમરાને પોતાની ચિઠ્ઠીને ટ્વિટર પર શેર કરી છે, જેમાં તેમણે ઝુકરબર્ગને સંબોધિત કરતાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુક દ્વારા વધી રહેલો ઈસ્લામોફોબિયા દુનિયાભરમાં કટ્ટરતા અને હિંસાને પ્રોત્સાહન આપે છે. હું ઈચ્છું છું કે તમે ફેસબુક પર ઈસ્લામોફોબિયા અને ઈસ્લામ વિરુદ્ધ નફરત પર એ જ રીતે પ્રતિબંધ લગાવો, જેવી રીતે હોલોકોસ્ટ પર લગાવ્યો છે.

પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે હોલોકોસ્ટના ખંડન અથવા તેની પર સવાલ ઉઠાવનારી પોસ્ટ પર પ્રતિબંધ લગાવીને ઝુકરબર્ગે પ્રશંસનીય કામ કર્યું છે. આ જર્મની અને આખાય યુરોપમાં નાજી પ્રોગ્રામનું પરિણામ હતું. દુનિયા મુસ્લિમો વિરુદ્ધ પણ આ રીતના અભિયાનની સાક્ષી બની રહી છે. દુર્ભાગ્યથી અમુક રાજ્યોમાં મુસલમાનોને તેમના નાગરિક અધિકારો, પહેરવેશથી માંડી પૂજા સુધી તેમના લોકતાંત્રિક વિકલ્પોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

UNમાં આપેલા ભાષણમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો

પહેલાં પણ ઈમરાન ખાન ઘણી વખત ઈસ્લામ પ્રત્યે નફરત અને હોલોકોસ્ટની તુલના કરી ચૂક્યા છે. ગત વર્ષે યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ભાષણ આપતી વખતે તેમણે કહ્યું હતું કે વેસ્ટર્ન સોસાયટીમાં હોલોકોસ્ટ સાથે જોડાયેલી ઘટનાઓ સાથે સંવેદનાવાળું વર્તન કરવામાં આવે છે, કારણ કે તે યહૂદી સમુદાય સાથે જોડાયેલી છે. આ પ્રકારનું વર્તન અમે પણ ઈચ્છીએ છીએ કે દુર્ભાવનાથી અમારી ભાવનાઓને તકલીફ ન આપવામાં આવે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિની ટિપ્પણી પછી લખ્યો પત્ર

ઈમરાનના આ પત્રથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યૈનુઅલ મેન્ક્રોની ટિપ્પણી બાદ આવી છે. પેરિસમાં એક શિક્ષકનું માથું કાપીને હત્યા કર્યા પછી મૈન્ક્રોએ ઈસ્લામી અલગાવવાદ સાથે લડાઈનો વાયદો કર્યો હતો. આ અંગે ઈમરાને કહ્યું, તેમણે ઉશ્કેરવા માટે જાણીજોઈને મુસલમાનોને પસંદ કર્યા છે.

ખાને પોતાના પત્રમાં વધુમાં કહ્યું હતું કે ફ્રાન્સમાં ઈસ્લામને ખોટી રીતે આતંકવાદ સાથે જોડવામાં આવ્યો છે. દુર્ભાગ્યથી ઈસ્લામ અને પવિત્ર પેગમ્બરને નિશાન બનાવનારા ર્ઈશનિંદા કાર્ટૂનના પ્રકાશનની મંજૂરી આપવામાં આવી છે. આનાથી ફ્રાન્સના મુસલમાન ધ્રુવીકરણ અને હાશિયા તરફ જશે. તેમણે પૂછ્યું કે ફ્રાન્સના કટ્ટરપંથી ચરમપંથી મુસ્લિમ નાગરિકો અને ઈસ્લામની મુખ્ય ધારાના નાગરિકો વચ્ચે કેવી રીતે અંતર રાખશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here