:PMએ કહ્યું- જે બંગાળમાં ફાયદો પહોંચાડવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે

0
2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોનાં ખાતામાં કિસાન સન્માન નિધિના હપતાના 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે તેઓ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા અલગ-અલગ રાજ્યોના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. મોદીએ મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું કે બંગાળમાં જે લોકો ખેડૂતોને ફાયદો આપવા દેતા નથી, તે દિલ્હી આવીને ખેડૂતોની વાત કરે છે.

આ રાજ્યોના ખેડૂતો સાથે ચર્ચા…

અરુણાચલ પ્રદેશ

ખેડૂતઃ

મને 4 મહિનામાં 2-2 હજાર મળ્યા. પીએમ ફન્ડમાંથી મળેલા પૈસામાંથી ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કર્યું અને FPO બનાવ્યું. ઓર્ગેનિક આદુની ખેતી કરીએ છીએ.

મોદીઃ

જે કંપનીઓ તમારી સાથે જોડાઈ છે એ તમારી પાસેથી આદુ જ લે છે કે જમીન પણ લઈ લે છે. ખેડૂતોએ કહ્યું કે આવું થતું નથી.

ઓડિશા

ખેડૂતઃ

12 માર્ચ 2019ના રોજ ખેડૂતોને ક્રેડિટ મળી. મેં 4 ટકા પર લોન લીધી છે. સાહુકાર પાસેથી 20 ટકા વ્યાજે લોન મળે છે. લોનના પૈસાથી મારા જીવનમાં સુધારો થયો છે. મારી પાસે એક એકર જમીન છે.

મોદીઃ

અટલજીની સરકારે ખેડૂતોને ઓછા દરે લોન આપવાની શરૂઆત કરી હતી. અમે આ કામને આગળ વધારી રહ્યા છે.

તામિલનાડુ

ખેડૂતઃ

મને ડ્રિપ ઈરિગેશનથી ઘણો ફાયદો થયો છે. એનાથી પાણીનો પણ ઘણો બચાવ થાય છે.

મોદીઃ

તમે કમાણી તો કરી, સાથે માનવસેવા પણ કરી. તમારી આવક પણ વધી અને જમીનનો ઉપયોગ પણ થયો. તમને આગ્રહ કરીશ કે અન્ય ખેડૂતોને પણ સમજાવો કે પાણીની વધુ જરૂર પડતી નથી.

હરિયાણા

ખેડૂતઃ

પહેલાં હું માત્ર ચોખાની જ ખેતી કરતો હતો. જોકે હવે શાકભાજીની ખેતી પણ કરું છું. હું 3 એકરમાં લીબુ અને 7 એકરમાં જામફળની ખેતી કરું છું. અમે એને સ્થાનિક મંડીમાં વેચીએ છીએ, જ્યાં સારા ભાવ મળે છે.

ઉતરપ્રદેશ

ખેડૂતઃ

દોઢ એકરમાં ખેતી કરું છું. FPOમાં 100 નાના ખેડૂતો છે.

મોદીઃ

શું તમને લાગે છે કે નવા સુધારાઓથી ફાયદો થશે. તમારી જમીન તો જશે નહિ ?

ખેડૂતઃ

એનાથી અમને ફાયદો થઈ રહ્યો છે. જમીન જવા જેવી કોઈ વાત જ નથી.

બંગાળના 70 લાખ ખેડૂતોને લાભ ન મળવાનો અફસોસ

મોદીએ કહ્યું હતું કે આજે દેશના 9 કરોડથી વધુ પરિવારોનાં બેન્કનાં ખાતાંમાં સીધા જ એક ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોનાં ખાતાંમાં પહોંચી ચૂક્યા છે. મને આજે એ અફસોસ છે કે મારા પશ્ચિમ બંગાળના 70 લાખથી વધુ ખેડૂત ભાઈ-બહેનોને એનો લાભ મળ્યો નથી. બંગાળના 23 લાખથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી ચૂક્યા છે. જોકે રાજ્ય સરકારે વેરિફિકેશનની પ્રકિયાને આટલા લાંબા સમયથી રોકી રાખી છે.

સરકારની નીતિઓને ખેડૂતો સુધી પહોંચાડવા માટે સરકા,ર પ્રમુખ મંત્રીઓ પણ અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતોને સંબોધન કરી રહ્યાં છે.

મંત્રી જગ્યા
અમિત શાહ કિશનગઢ ગામ, મહારૌલી, દિલ્હી
નીતિન ગડકરી સિલચર, આસામ
ગજેન્દ્ર સિંહ શેખાવત જેસલમેર, રાજસ્થાન
રવિશંકર પ્રસાદ પટના, બિહાર
વીકે સિંહ ગાજિયાબાદ, ઉત્તરપ્રદેશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here