Home ટોપ ન્યૂઝ મોદી યંગ ટેલેન્ટ સાથે વાત કરશે : PM આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના...

મોદી યંગ ટેલેન્ટ સાથે વાત કરશે : PM આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે, કહ્યું- આપણા યુવાનો કોરોના પછીની દુનિયા પર ધ્યાન આપી રહ્યા છે

0
2

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4.30 વાગ્યે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના ગ્રાઉન્ડ ફિનાલેને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. તે વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરશે. તેમણે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે, યંગ ઈન્ડિયા ટેલેન્ટથી ભરેલું છે. હેકાથોનમાં ઈનોવેશન અને એક્સીલેન્સનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોદીએ કહ્યું કે, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન કલ્પના અને નવી શોધ માટે એક અદભૂત પ્લેફોર્મ બનીને સામે આવ્યું છે. હાલ આપણા યુવાનો કોરોના પછીની દુનિયા પર ફોકસ કરી રહ્યા છે. સાથે જ દેશને આત્મનિર્ભર બનાવવાના રસ્તા પર આગળ વધી રહ્યા છે.

શું છે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન?

દેશભરના વિદ્યાર્થીઓને ડેલી લાઈફમાં આવનારી મુશ્કેલીઓના નિરાકરણને પ્લેટફોર્મ આપવા માટેની એક પહેલ છે. જેમાં પ્રોડક્ટ ઈનોવેશનનું કલ્ચર અને પ્રોબ્લેમ સોલ્વિંગના વિચાર સાથે કામ કરવાનું હોય છે. સરકારનું કહેવું છે કે આ હેકાથોન દ્વારા કંઈક નવું કરવાના વિચારને યુવાનો વચ્ચે પ્રમોટ કરવામાં સફળતા મળી છે.

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું પહેલું એડિશન 2017માં થયું હતું. જેમાં 42 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 2018માં આ સંખ્યા 1 લાખ અને 2019માં 2 લાખે પહોંચી ગઈ છે. આ વર્ષે પહેલા રાઉન્ડમાં 4.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. આ વખતે ગ્રાઉન્ડ ફિનાલે ઓનલાઈન યોજાઈ રહ્યો છે. જેમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે 243 સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્પર્ધા છે. આ સમસ્યાઓ 37 કેન્દ્રીય વિભાગ, 17 રાજ્ય સરકાર અને 20 ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે.

Live Scores Powered by Cn24news