PMનું રાષ્ટ્રજોગ સંબોધન : PM આજે સાંજે 4 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, કોરોનાના સમયમાં આ છઠ્ઠુ સંબોધન હશે

0
3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાષ્ટ્રજોગ સંદેશ આપશે. PMO તરફથી જારી સૂચના પ્રમાણે મોદી સાંજે ચાર વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ છઠ્ઠુ રાષ્ટ્રજોગ સંબોધન હશે, જે કોરોનાના સમયમાં આપશે.

કોરોનાના સમયમાં પ્રધાનમંત્રી મોદીના અત્યાર સુધીના સંબોધન

  1.  19 માર્ચ- પ્રથમ સંબોધનમાં જનતા કર્ફ્યૂની જાહેરાત
  2. 24 માર્ચ-બીજા સંબોધનમાં 21 દિવસનું લોકડાઉન
  3. 03 એપ્રિલ-ત્રીજા સંબોધનમાં દીપ પ્રગટાવવાની અપિલ
  4. 14 એપ્રિલ-ચોથા સંબોધનમાં લોકડાઉન-2ની જાહેરાત
  5. 12 મે-20 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત