વલસાડ : પોલીસ અને પાલિકાએ દબાણ હટાવ્યા : રોડ માર્જિનમાં દબાણ કરશે તેની ખેર નહી

0
0
વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ ટ્રાફિક હળવો કરવા અને પાર્કિંગની જગ્યા કરવા ખાસ રસ દાખવી દિલ્હીથી સેન્ટર ફોર ગ્રીન મોબિલીટીની ટીમ બોલાવી હતી. તેમના સૂચનો સાથે તેમના દ્વારા પાલિકાની સાથે મળી શહેરમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. જેની શરૂઆત ભીડભાડ વાળા શાકભાજી માર્કેટ વિસ્તારથી કરવામાં આવી છે.
વલસાડ શાકભાજી માર્કેટમાં ભીડભંજન મંદિર પાછળના માર્ગ પર દબાણો હટાવાયા બાદ પણ અનેક લારી ગલ્લાવાળાઓ ફરીથી અહીં દબાણ કરી બેસી ગયા હતા. જેને લઇ શાકભાજી માર્કેટમાં આવનારાઓને પાર્કિંગની મોટી સમસ્યા નડતી હતી. જેને લઇ પોલીસે પાલિકા સાથે મળીને આ રોડના દબાણો હટાવી રોડ ખુલ્લો કર્યો હતો. જેને લઇ લોકોને પાર્કિંગની જગ્યા મળી હતી. આ સિવાય તેમના દ્વારા શાકભાજી માાર્કેટમાં પણ પાર્કિંગ માટે ખાલી રખાયેલા પ્લોટ ખાલી કરાવ્યા હતા. અહીં કેટલાક લોકોએ મંડપ તાણી બાંધ્યો હતો. તેને પણ ઉખાડી ફેંકવા પોલીસે સૂચન કર્યું હતુ. પોલીસની આગેવાનીમાં શહેરમાં આ અભિયાન સતત ચાલશે એવું જાણવા મળ્યું છે. આ સમગ્ર દબાણ હટાવવાનો શ્રેય ડો. રાજદિપસિંહ ઝાલાને જઇ રહ્યો છે. તેમને ટ્રાફિક હળવું કરવામાં ખાસ્સો રસ છે. તેમણે જ તેના માટે દિલ્હીની ખાસ ટીમ પણ બોલાવી હતી અને શહેરને ટ્રાફિક જામથી બચાવવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here