સુરત : કિશોરીના અપહરણને 17 દિવસ છતાં વરાછા પોલીસે કાર્યવાહી ન કરી, ધીમી કામગીરી સામે રોષ, પોલીસ સ્ટે.નો ઘેરાવ

0
23

સુરતઃ વરાછા વિસ્તારની કિશોરીનું 17 દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા કિશોરીના પરિવારને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

પોલીસ કમિશનરને આવેદન પત્ર પણ આપ્યું હતું

વરાછા વિસ્તારમાં આવેલા એલ એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કિશોરી હજુ સુધી ન મળી આવતા કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

માત્ર નિવેદનો લેવાય છેઃ કિશોરીના પિતા

કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે. પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી. તમામના નિવેદનો જ લેવામાં આવેછે. આરોપી અમારી દીકરીને લઈને તેના વતનમાં નાસી ગયો હોય તે અંગે અમે આશંકા દર્શાવી હોય ત્યાં પણ તપાસ કરી નિવેદનો લેવાય છે. અમને રાજકીય દબાણમાં યોગ્ય તપાસ ન થતી હોવાની આશંકાથી કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને અમારી દીકરી નાબાલિક હોય ઝડપથી અમને પરત અપાવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here