પ્રાંતિજ : પોલીસ જવાનો ઉપર પુષ્પોની વર્ષા કરી અભિવાદન કર્યું.

0
6

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસના જવાનો ઉપર પુષ્પોની વર્ષા કરી અભિવાદન કર્યુ ફ્લેગ માર્ચ દરમ્યાન પ્રાંતિજ પોલીસ ઉપર પુષ્પોની વર્ષા કરી નગરજનોએ તાલીઓ પાડી પોલીસનું અભિવાદન પણ કર્યુ હતુ. અને પ્રાંતિજ પોલીસની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી.

ફ્લેગ માર્ચ દરમ્યાન પ્રાંતિજ પોલીસ ઉપર પુષ્પ વર્ષા.
મકાન ધાબા ઉપર મહોલ્લાઓમાંથી પુષ્પ વર્ષા.
પ્રાંતિજ પોલીસની કામગીરીને જાહેરમાં બિરદાવી.
પ્રજાની સેવા કરતા કર્મયોગીઓનુ પ્રાંતિજમાં અનોખું અભિવાદન.
તાલીઓ પાડી પોલીસનું અભિવાદન કર્યુ હતું.

વિઝન 

પ્રાંતિજ ખાતે હાલ કોરોનાની મહામારી વચ્ચે પ્રજાની સેવા કરતા કર્મયોગી ઓનુ પ્રાંતિજ નગરજનો દ્વારા અનોખું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે ફ્લેગ માર્ચમાં નિકળેલ પ્રાંતિજ પોલીસનું નગર ના વિવિધ વિસ્તારોમાં ફુલોની વર્ષા દ્વારા અનોખું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ ના નવાધરા, કડીયાવાસ, તપોધન ફડી, બારકોટ, પઠાનવાડા સહિત ના હિન્દુ-મુસ્લીમ વિસ્તારોમાં પ્રાંતિજ પોલીસની ફ્લેગ માર્ચ દરમ્યાન પુષ્પો વર્ષા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

વિઝન 

 

હાલમાં કોરોનાની મહામારી સામે ની લડતમાં ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ પોલીસકર્મીઓ જાન જોખમમાં મુકીને લોકોની સેવા કરી ફરજ બજાવી રહ્યા છે. નગરજનો દ્વારા તેવોનુ અનોખું સન્માન કરવાનું નક્કી કર્યું હતું તાલીઓ પાડી સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખીને પોલીસ કર્મચારીઓ ઉપર પુષ્પવર્ષા કરી હતી. મહત્વનુ છે કે પ્રાંતિજ શહેરમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોધાયો નથી બહારના વ્યક્તિ ને પ્રાંતિજમાં પ્રવેશ બંધી કરીને પોલીસે ખૂબજ સરાહનીય કામગીરી કરી સતર્કતા બતાવેલ છે. લોકોએ તેઓનું સન્માન કરી તેઓની કામગીરીને જાહેરમાં બિરદાવી હતી. પ્રાંતિજ PI, PSI, મહિલા PSI દ્વારા નગરજનોનો આભાર માન્યો હતો. અને હજુ લોકડાઉન દરમ્યાન ધરોમાં રહીને આવો ને આવો સાથ સહકાર આપવા માટે નગરજનોને વિનંતી કરી હતી. તો પ્રાંતિજ PI દ્વારા મુસ્લીમ સમાજના લોકોનો આભાર સાથે ચાંદ મુબારક પાઠવી હતી.

 

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here