Thursday, October 28, 2021
Homeજામીન પર સુનાવણી : અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટમાં કહ્યું- પોલીસે જૂતા માર્યા, પાણી...
Array

જામીન પર સુનાવણી : અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટમાં કહ્યું- પોલીસે જૂતા માર્યા, પાણી સુદ્ધા ન આપ્યું.

રિપબ્લિક ગ્રુપના એડિર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર શનિવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. અર્નબે હાઈકોર્ટમાં કહ્યું છે કે, પોલીસે મારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. પોલીસે મને જૂતા માર્યા અને પીવાનું પાણી સુદ્ધા આપ્યું નથી.

અર્નબને મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેમના માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલામાં ધરપકડ કરાઈ છે. તે 18 નવેમ્બર સુધી જ્યુડિશીઅલ કસ્ટડીમાં છે. કોરોનાના જોખમને ધ્યાનમાં રાખતા જામીન અરજી પર અંતિમ નિર્ણય પહેલા તેમને જેલમાં મોકલી દેવાયા. છેલ્લા બે દિવસથી તેમને અલીબાગની એક શાળામાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

શુક્રવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન આવું થયું

અંતરિમ જામીન અરજી પર સુનાવણી પુરી ન થઈ. હાઈકોર્ટના જસ્ટિસ એસએસ શિંદે અને જસ્ટિસ એમએસ કાર્ણિકની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું કે, સામાન્ય રીતે જામીન માટે પહેલા મેજિસ્ટ્રેટ કોર્ટ પછી સેશન કોર્ટમાં અરજી આપવી પડે છે. જામીન ન મળે તો હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવે છે. કોર્ટે તેમને તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. શુક્રવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, તેમની અરજી અધૂરી છે.

હાઈકોર્ટ ઈચ્છે છે કે અર્નબ પર જે અન્વય નાઈકને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે, તેમની પત્ની અક્ષતા અને મહારાષ્ટ્ર સરકારની વાત પણ સાંભળી લેવામાં આવે. કોર્ટે અર્નબને કહ્યું કે, તમારી અરજીમાં અક્ષતાને પણ સામેલ કરો. જો કે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શુક્રવારે સુનાવણી દરમિયાન અક્ષતા અને મહારાષ્ટ્ર સરકાર તરફથી દલીલી શા માટે કરવામાં આવી નથી?

આ અંગે અર્નબના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, ‘હાઈકોર્ટને જામીન અરજી પર સુનાવણીનો વિશેષ અધિકાર છે. તેમના ક્લાઈન્ટની સ્વતંત્રતા જોખમમાં છે. રાજ્ય સરકાર તેમને પરેશાન કરવા માગે છે, કારણ કે તેમને તેમની ચેનલ પર રાજ્ય સરકારને સવાલ પુછ્યા હતા’

ભાજપ ધારાસભ્ય રામ કદમે અર્નબની ધરપકડના વિરોધમાં મંત્રાલયની બહાર વિરોધ દેખાવ કર્યા. પોલીસે તેમની ધરપકડ કરી, પણ પછી છોડી મુક્યા. પોલીસનું કહેવું હતું કે તેમને દેખાવ કરવાની મંજૂરી નહોતી લીધી.

પ્રેસની આઝાદીને રોકી ન શકાયઃ અમિત શાહ

અર્નબની ધરપકડ પર ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં કહ્યું, પ્રેસની સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારનો હુમલો યોગ્ય નથી. પ્રેસની સ્વતંત્રતાને કોઈ પણ પાર્ટી અથવા સરકારે ખલેલ ન પહોંચાડવી જોઈએ. પણ કોંગ્રેસની ઈમરજન્સીના સમયે આવી સંસ્કૃતિ રહી છે.અમે તેના વિરોધમાં છીએ. મારી પાર્ટીએ પણ આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે કે આવું ન કરવું જોઈએ.

વિશેષાધિકાર હનન મામલામાં ધરપકડ પર રોક

આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે અર્નબ ગોસ્વામી કેસમાં મહારાષ્ટ્ર સરકારને ઝાટકો આપ્યો છે. કોર્ટે વિશેષાધિકાર હનન મામલામાં અર્નબની ધરપકડ પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વ વાળી બેંચે વિધાનસભા સચિવને નોટિસ પણ આપી છએ. આ નોટિસ સચિવની અર્નબને લખેલી ચિઠ્ઠીના સિલસિલામાં આપવામાં આવી છે. ચિઠ્ઠીમાં સચિવે અર્નબને વિશેષાધિકાર હનનની વિધાનસભાની નોટિસને સર્વોચ્ચ અદાલતને ન જણાવવાની ચેતવણી આપી હતી.

સુપ્રીમ કોર્ટે પુછ્યું કે, વિધાનસભા સચિવ વિરુદ્ધ કોર્ટની અવમાનનાનું કારણ જણાવો નોટિસ જાહેર કેમ નથી જાહેર નથી કરવામાં આવતી? મહારાષ્ટ્ર વિધાનસભા સચિવે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ટિકા માટે અર્નબ વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ જાહેર કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments