Tuesday, September 28, 2021
Homeપોલીસ ઈન્સ્પેક્ટરે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે ગંભીર આરોપો કરી ફરિયાદ...
Array

પોલીસ ઈન્સ્પેક્ટરે ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે ગંભીર આરોપો કરી ફરિયાદ નોંધાવી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને પહેલીથી જ તપાસ ચાલી રહી છે તેવામાં એક વધુ પોલીસ ઈન્સ્પેક્ટરે પરમબીર સિંહ સામે ગંભીર આરોપો કરી મહારાષ્ટ્રના પોલીસવડાને એક ૧૪ પાનાનો પત્ર લખી ફરિયાદ નોંધાવી છે.

આ સંદર્ભે પોલીસ ઈન્સ્પેક્ટર ભીમરાજ ઉર્ફે ભીમરાવ ઘાડગેએ પત્રમાં આરોપ કર્યો છે કે પરમબીર સિંહ ૧૭ માર્ચ ૨૦૧૫થી ૩૧ જુલાઈ ૨૦૧૯ દરમ્યાન થાણેના પોલીસ કમિશનર પદે કાર્યરત હતા. આ સમયે ઘાડગે કલ્યાણના બાજારપેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ સમયે પરમબીર સિંહે ઘાડગે પર અમીરોને છોડાવવા દબાણ કર્યું હતું. તેમણે આ વાત ન માનતા શિક્ષારૃપે તેમને અનેક ગુનાઓમાં સંડોવવામાં આવ્યા હતા અને પરમબીર સિંહે તેમની અડચણ વધારી હતી. હાલ ઘાડગે અકોલાના કન્ટ્રોલ રૃમમાં સિનિયર પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પત્રમાં ઘાડગેએ એવો ગંભીર આરોપ પણ કર્યો છે કે પરમબીર સિંહ દિવાળીમાં ભેટ તરીકે દરેક ઝોનના ડીસીપી પાસેથી ૪૦ તોલાના સોનાના બિસ્કિટ, એસીપી પાસેથી ૨૦થી ૩૦ તોલાના અને સિનિયર ઈન્સ્પેક્ટરો પાસેથી ૩૦થી ૪૦ તોલાના સોનાના બિસ્કિટ સ્વિકાર્યા છે. ઘાડગેએ આ ઉપરાંત ઘણા ગંભીર આરોપો કર્યા છે જેમાં સિંહે તેમના પત્નીને નામે એક કંપની ખોલી છે. જેની ઓફિસ લોઅર પરેલમાં છે. આ ઉપરાંત એક કંપનીમાં તેમણે ૫૦૦ કરોડ રૃપિયા રોક્યા છે. તદુપરાંત તેઓ થાણેના કમિશનર હતા ત્યારે તેમના સરકારી વાહનનો દુરુપયોગ તેમના પત્ની કરતા હતા.

આ ઉપરાંત થાણેના કમિશનર હતા ત્યારે તમામ પોલીસ સ્ટેશનની હદમાંથી અવૈદ્ય ધંધાવાળાઓ તરફથી દર મહિને કરોડો રૃપિયા તેમના હસ્તક મારફતે મેળવતા હતા. આ ઉપરાંત બિલ્ડરના કામોનું કરોડો રૃપિયા લઈ સેટલમેન્ટ કરવામાં આવતું.

આ રીતે વિવિધ ઘણા આરોપો કરી પરમબીર સિંહ ગળાડૂબ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું જણાવી મહારાષ્ટ્રના પોલીસ વડાને ૧૪ પાનાનો પત્ર લખી ફરિયાદ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments