Friday, March 29, 2024
Homeકોંગ્રેસના ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલની રાજકીય સફર, સૌથી યુવા સાંસદ બનીને સૌને...
Array

કોંગ્રેસના ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલની રાજકીય સફર, સૌથી યુવા સાંસદ બનીને સૌને ચોંકાવ્યા હતા

- Advertisement -

દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. કૉંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે નિધન થયુ. અહેમદ પટેના નિધનની જાણકારી તેમના પુત્ર ફૈસલે સોશલ મીડિયાના માધ્યમથી આપી.

અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા લખ્યુ કે અહેમદ પટેલ તેજ દિમાગના નેતા હતા. સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર એવા અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ શોક વ્યક્ત કર્યો છે.

રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી, હાર્દિક પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અહેમદ પટેલ અમારા જેવા યુવા નેતાઓના માર્ગદર્શક હતા. કૉંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે અહેમદ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે.

અહેમદ પટેલન નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “અહેમદ પટેલ જીના નિધનથી દુઃખી છું. તેમણે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી છે. તેઓ પોતાના શાર્પ દિમાગ માટે જાણીતા હતા અને કૉંગ્રેસ પાર્ટીને જે રીતે તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તેમની આત્માને શાંતિ મળે.”

રાજકીય સફર

અહેમદ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કટોકટીના દિવસોથી થઈ હતી. 28 વર્ષીય પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી. રાજીવ ગાંધીના સમયમાં અહેમદ પટેલને તેમણે પક્ષના મહામંત્રી બનાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ સાઇડલાઇન થયા હતા. તેઓ ફક્ત કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનીને રહી ગયા હતા. જે બાદમાં 90ના દાયકામાં સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે તેઓએ અહેમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા હતા.

અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.

એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા.

ગુજરાતનો ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો અથવા સાંપ્રદાયિક મામલાઓમાં પટેલે કૉંગ્રેસના વિચારને કેન્દ્રમાં રાખવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. કૉંગ્રેસને 2004 અને 2009માં અપાવી જીત.

અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPA ની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPA ની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.

બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. તે 2010 થી વધી જ્યારે સોહરાબદ્દીન નકલી એન્કાઉન્ટ કેસમાં શાહને જેલ જવું પડ્યું. માનવામાં આવે છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઈશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPA ના 10 વર્ષના શાસન દરમિયાન તેઓેએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular