સુરત : બહારથી આવતા લોકો માટે ઊભો કરાયેલો કોવિડ ચેકપોસ્ટનો મંડપ ભારે વરસાદમાં ધરાશાઈ

0
8

શહેરમાં કોરોના સંક્રમણ ઓછુ ફેલાય તે માટે બહાર ગામથી આવતા લોકો માટે કોવિડ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. જેમાં બસ અને કાર સહિતના વાહનોમાં આવતાં લોકોના ટેમ્પરેચર ચેક કરવાથી લઈને કોરોના રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો કે, આ ચેક પોસ્ટ માટે બનાવાયેલો પતરાનો શેડ(મંડપ) ભારે વરસાદ અને પવનના કારણે ધરાશાઈ થયો છે. જેથી સવારે ફરી આ મંડપને ઊભો કરવા માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

રોડ પર બાંધવામાં ઓવેલો શેડ(મંડપ) તૂટી પડતાં તબીબોએ હંગામી રીતે ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ રાખી હતી.
(રોડ પર બાંધવામાં ઓવેલો શેડ(મંડપ) તૂટી પડતાં તબીબોએ હંગામી રીતે ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ રાખી હતી.)

 

ધન્વંતરી રથ જેવી સુવિધા અપાય છે

ડો. મનોજ પાટીલએ જણાવ્યું કે, અમને ધન્વંતરી રથ બાદ આ મંડપમાં બહારથી આવતા લોકોના ચેકઅપ માટે જવાબદારી સોંપાયેલી પરંતુ આ ચેક પોસ્ટ પર ઉભો કરવામાં આવેલ મંડપ ભારે વરસાદ અને પવનમાં પડી ગયો હતો. જેથી આ મંડપને ફરી ઉભો કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here