કોરોના અપડેટ સુરત : પોઝિટિવનો આંકડો 12 પર પહોંચ્યો, બે રિકવર થયા, રાંદેરમાં માસ ક્વોરન્ટીનનો કડક અમલ

0
8

સુરત. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 12 પર પહોંચ્યો છે. જેમાં પૈકી એકનું મોત થયું છે. જ્યારે બે રિકવર થતા રજા આપી દેવમાં આવી છે. છેલ્લા બે દિવસમાં 23 જેટલા શંકાસ્પદ નોંધાયા હતા. જેમાંથી 21ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને બેના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે બે દિવસ પહેલા રાંદરમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખા રાંદરે વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. જેના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરાઈ છે.

નવા બંને કેસ લોકલ ટ્રાન્સમિશન

બમરોલીમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરાના ડીમાર્ટમાં કામ કરે છે. મંગળવારે તેને શરદી ખાંસી તાવની અસર જણાતા સિવિલ ખસેડાયો હતો. જ્યાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ મોકલાયા હતા.જેમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે સચિનની 36 વર્ષીય મહિલામાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર માટે સિવિલમાં આવી હતી. જ્યાં તેના પણ સેમ્પલ તપાસ માટે લેવાયા હતા. જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે આવેલા બન્ને પોઝિટિવ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને કોનો ચેપ લાગ્યો તેની પણ જાણ નથી. જેથી બંને કેસ લોકલ ટ્રાન્સમિશન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 12 થયો છે. શહેરમાં બે દિવસમાં 23 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 21 નો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

લોકલ ટ્રાન્સમિશનમાં વધારો

સુરતમાં કોરોના કમ્યુનિટિમાં ફેલાઈ ગયો છે. સુરત શહેર-જિલ્લામાં જે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાંથી 4ની તો ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. એટલે અન્ય કોઇ કોરોના ઇન્ફેક્ટેડ એવા કેરિયરે આ ચેપ ફેલાવ્યો છે. અન્ય લોકોને પણ તે ચેપ લાગી રહ્યો છે.

ટોટલ 3072 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના

એક વીકમાં ડિમાર્ટમાં આવેલા 1493 ગ્રાહકો મળી 3072 લોકોને SMS કરી કડક સૂચના આપી છે. યુવકના માતા પિતા તેમજ ડીમાર્ટના 3 કર્મચારીઓ સહિત હાલ 5 ને ક્વોરન્ટીન કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here