સુરત : પોઝિટિવનો આંકડો વધીને 27,114 પર પહોંચ્યો, 90 ટકા રિકવરી રેટ સાથે ડિસ્ચાર્જની સંખ્યા 23,685

0
0

શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 27,114 થયો છે. કુલ મૃત્યુઆંક 903 થયો છે. કોરોનાને મ્હાત આપનારા દર્દીઓનો રિક્વરી રેટ 90 ટકા જેટલો થતાં ડિસ્ચાર્જની સંખ્યા વધીને 23,685 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2526 એક્ટિવ કેસ છે.

સિવિલ અને સ્મીમેરમાં 11 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 120 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 82 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 7 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 65 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 53 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 29 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here