સુરત : પોઝિટિવનો આંકડો વધીને 31,402 પર પહોંચ્યો, મૃત્યુઆંક 954, રિક્વર થયેલાની સંખ્યા 28,080 થઈ

0
0

શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું અને ઉલટાનું દિવસે ને દિવસે વઘી રહ્યું છે. પાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોનાના કેસ વધીને કુલ 31,402 થયા છે. મૃત્યુઆંક વધીને 954 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 28,080 પર પહોંચી છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2368 એક્ટિવ કેસ છે.

સિવિલ અને સ્મીમેરમાં 13 દર્દી વેન્ટિલેટર પર

સિવિલ હોસ્પિટલમાં 111 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 81 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 6 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 55 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 41 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 7 વેન્ટિલેટર, 13 બાઈપેપ અને 21 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here