સુરત : અત્યાર સુધીના સૌથી વધુ 265 કેસ સાથે પોઝિટિવનો આંકડો 6232 થયો, 12 મોત સાથે કુલ મૃત્યુઆંક 238 પર.

0
8

સુરત. શહેરમાં કોરોનાના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. હોટસ્પોટ બનેલા સુરતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 265 કેસ સામે આવ્યાં છે. જેમાં 201 કેસ શહેરમાંથી અને 64 કેસ જિલ્લામાંથી સામે આવ્યાં છે. જેથી કોરોના પોઝિટિવનો આંક 6232 નોંધાયો છે. જેમાં જિલ્લના 757 અને શહેરના 5475 કેસનો સમાવેશ થાય છે. આજે કુલ 12 મોત સાથે મૃત્યુઆંક 238 થયો છે. જેમાં શહેરના 213 અને જિલ્લાના 25 મૃતકોનો સમાવેશ થાય છે.આજે શહેરમાંથી 122 અને જિલ્લામાંથ 22 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પરત થયા છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા કુલ 3779 લોકોનો સમાવેશ થાય છે. જેમાંથી જિલ્લામાંથી 384 લોકો પણ રિકવર થયા છે.

સિવિલના ડોકટરો સ્ટાફ નર્સ અને આશા વર્કર પણ કોરોનાની ઝપેટમાં

નવા નોંધાયેલા કેસમાં હેલ્થ કેર સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપરાંત વધુ 25 રત્નકલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. ગતરોજ પોઝિટિવ આવેલા દર્દીઓમાં કોટ વિસ્તારમાં હેલ્થ સેન્ટરમાં કામ કરતી આશાવર્કર, વુડ શોપ ધરાવનાર,સિવિલ હોસ્પિટલના કર્મચારી,કતારગામ ઝોનના સફાઈ કામદાર, સિવિલ હોસ્પિટલની સ્ટાફ નર્સ, પ્રોપર્ટી બ્રોકર,ફેમિલી કોર્ટના કાઉન્સેલર,એરલીન્કના કર્મચારી,ડ્રેસ માટીરીયલની દુકાન ચલાવનાર, કતારગામમાં બેનર બનાવવાનું કામ કરનાર, કતારગામના જ સોફ્ટવેર એન્જીનીયર, રાંદેરના પ્રોપર્ટી બ્રોકર, પાંડેસરાના મનપા હેલ્થ વર્કર,સિવિલના બે ડોક્ટર,રિલાયન્સના ફાર્માસિસ્ટ અને 25 રત્નકલાકારોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here