Thursday, October 21, 2021
Homeસુરત : અત્યાર સુધીના સૌથી વધુ 308 કેસ સાથે પોઝિટિવનો આંકડો 7582...
Array

સુરત : અત્યાર સુધીના સૌથી વધુ 308 કેસ સાથે પોઝિટિવનો આંકડો 7582 થયો, 4 મોત સાથે મૃત્યુઆંક 287 પર પહોંચ્યો

સુરત. શહેર અને જિલ્લા પ્રશાસન દ્વારા કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 308 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 212 અને જિલ્લામાં 96 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ 7582 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારનો આંક પણ હજારને પાર કરીને 1057 થયો છે. આજે ચાર મોત સાથે કુલ 287 લોકોના કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યાં છે. જેમાં શહેરના 255 અને જિલ્લાના 32 મૃતકોનો સમાવેશ થાય છે. આજે શહેરમાંથી 103 અને જિલ્લામાંથી 33 લોકોએ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જેથી રિક્વર થયેલાની સંખ્યા 4488 થઈ છે. જેમાં જિલ્લાના 493 લોકોનો પણ સમાવેશ થાય છે.

વધુ 13 દર્દીઓના સારવાર દરમિયાન મોત
વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા, અમરોલી વિસ્તારમાં રહેતા 48 વર્ષીય આધેડ, મોટા વરાછા વિસ્તારના 52 વર્ષીય આધેડ, કતારગામ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવક, કાપોદ્રા વિસ્તારમાં રહેતા 46 વર્ષીય આધેડ, સગરામપુરામાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ, પીપલોદમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધ, ભાઠેનામાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા, ઉન પાટીયાના 45 વર્ષીય મહિલા, પુણાગામ વિસ્તારના 60 વર્ષીય વૃદ્ધ, ભરીમાતાના 68 વર્ષીય વૃદ્ધ, કતારગામના 54 વર્ષીય મહિલા અને કામરેજના કઠોદરાના 42 વર્ષીય યુવકનું કોરોનાની સારવાર દરમિયાન બુધવારે મોત નિપજ્યું છે.

પાલીકાના આસી. કમિશનર સંક્રમીત થયા
રાંદેર વિસ્તારમાં રહેતા પાલિકાના આસી. કમિશનરને પણ ચેપ લાગ્યો છે. કોરોનાના લક્ષણો જણાતા તપાસ કરાવવામાં આવી હતી. જેનો બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આસી. કમિશનરનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકાના અન્ય અધિકારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

સિવિલ, સ્મીમેરના 9 સહિત 14 તબીબ સંક્રમીત
નવી સિવિલ હોસ્પિટલના 2 આસીસ્ટન્ટ પ્રોફેસર, સિવિલના અન્ય 5 તબીબ, સ્મીમેર હોસ્પિટલના 2 તબીબ, એરથાણ પીએચસીના તબીબ, રાંદેર વિસ્તારમાં રહેતા ન્યુરો ફિઝિશ્યન એપલ હોસ્પિટલના તબીબ, તેમજ પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા તબીબ સહિત કુલ 14 તબીબ સંક્રમીત થયા છે. બુધવારે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments