માયાવતી અને હુડ્ડા વચ્ચે મળી ગુપ્ત બેઠક, કોંગ્રેસમાં તડાં પડવાની શક્યતા

0
29

રોહતક, તા.10 સપ્ટેમ્બર 2019, મંગળવાર

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પૂર્વેજ હરિયાણા કોંગ્રેસમાં તિરાડો પડવાના અણસાર મળવા લાગ્યા હતા.

બસપા નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી સાથે હરિયાણા કોંગ્રેસના પ્રમુખ શૈલજા કુમારી અને ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાએ બેઠક યોજી હતી. એને કારણે હરિયાણા કો્ંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અશોક તંવર ખાસ્સા નારાજ થયા હતા. તેમણે કહ્યું હતું કે માયાવતી સાથે કોંગ્રેસે જોડાણ કરવાની કોઇ જરૂર નથી. કોંગ્રેસ પોતાની તાકાત પર વિધાનસભાની ચૂ્ંટણી જીતી શકે છે. બસપા દરેક ચૂંટણી સાથે પોતાના પાયા ગુમાવી રહ્યો છે. એની સાથે જોડાણ કરવાથી તો આપણને વધુ નુકસાન થવાની પૂરી શક્યતા છે.

જો કે શૈલજા કુમારી અને હુડ્ડાએ માયાવતી સાથે કોઇ ગુપ્ત બેઠક યોજી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અત્રે એ યાદ રહે કે ગયા શુક્રવારે બેઠકોની વહેંચણીના મુદ્દે ખેંચતાણ થયા બાદ માયાવતીએ જનનાયક જનતા પક્ષ સાથેના જોડાણને રદ કર્યુ્ં હતું અને કોંગ્રેસને ફીલર્સ મોકલ્યા હતા.

તંવરે એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માયાવતી સાથે જોડાણ કરવાથી તો કોંગ્રેસ પોતાના મતદારોને નારાજ કરશે અને જીતવાની શક્યતા ઘટી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here