કોંગ્રેસ બાયડની બેઠક NCPને ફાળવે તેવી શક્યતા, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ ચૂંટણી લડે તેવાં એંધાણ

0
24

ગાંધીનગર: કોંગ્રેસ બાયડની બેઠક એનસીપીને ફાળવે તેવી શકયતા સર્જાતા બાયડના સ્થાનિક કોંગ્રેસી આગેવાનો મંગળવારે અમદાવાદ સ્થિતિ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે આવી પહોંચ્યા હતા. તેમણે એનસીપીને બેઠક સોપવા સામે વિરોધ વ્યકત કર્યો હતો. બીજીબાજુ એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ લડે તેવી શકયતા બહાર આવતા વધુ એકવખત શંકરસિંહ વાઘેલા પેટાચૂંટણીના માધ્યમથી ગુજરાતના સક્રિય રાજકારણમાં સક્રિય થશે.

ભાજપની ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને લડાવવા માટેની તૈયારી
કોંગ્રેસ એનસીપીને બાયડની બેઠક આપશે વધુ એકવખત બાયડ બેઠક પર અસ્તિત્વનો જંગ ખેલાશે. એનસીપીની ગણતરી એવી છે કે, બાયડની બેઠક પર એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને લડાવવા, બીજીબાજું કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને લડાવવા માટે તૈયારી કરી રહીં છે. મહેન્દ્રસિંહ વાઘેલા વર્ષ 201‌2માં અને ધવલસિંહ ઝાલા વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ તરફથી જ લડીને આ બેઠક પર જીત્યા હતા. વળી, બંને 21મી ઓકટોબરે યોજાનાર મતદાનમાં ઉમેદવારી નોંધાવે તો વધુ એકવખત મહેન્દ્રસિંહ મારફત શંકરસિંહ રાજકારણમાં સક્રિય થાય કોંગ્રેસના બંને પુર્વ ધારાસભ્યો ચૂંટણી જંગ લડે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here