Sunday, November 28, 2021
Homeગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા, ઠંડી માટે હજુ રાહ જોવી પડશે.
Array

ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા, ઠંડી માટે હજુ રાહ જોવી પડશે.

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોના હાલ બેહાલ હતા. જો કે, શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે ફરી એકવાર જગતના તાત માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટી આવી શકે છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. ગુરુ અને શુક્રવારે વાતાવરણમાં પલટા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની વકીને કારણે પાક પર અસર થવાની શક્યતાઓ છે. બીજી તરફ આ વર્ષે હજુ પવન દક્ષિણ પૂર્વ દિશા તરફથી ફૂંકાઇ રહ્યો હોવાને કારણે તાપમાન સામાન્યથી વધુ રહે છે અને ઠંડીની નહીવત અસર જણાઇ રહી છે. બુધવારે 12.5 ડિગ્રી સાથે વલસાડ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી 10 થી 12 મી ડિસેમ્બરના વચ્ચે છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. ખાસ કરી સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.

ઠંડીનો માહોલ કેમ નથી જામી રહ્યો તે અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ વર્ષે 22 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા હતા. જોકે, વાવાઝોડાની અસર ગુજરાતને થઈ નથી. પરંતુ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઇ ગઇ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. પરંતુ ડિસેમ્બર મહિનાનું એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે. તેમ છતાં પણ શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. કારણ કે, પવન દક્ષિણ પૂર્વ દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાયું છે.

રાજ્યના વિવિધ શહેના મહત્તમ તાપમાન હજુ 34 ડિગ્રીની આસપાસ રહેવાના કારણે બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેતા સવારે સામાન્ય ઠંડક વર્તાઇ રહી છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુના કારણે લોકો રોગના ભોગ બની રહ્યાં છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, દક્ષિણ પૂર્વ તરફના પવન ફૂંકાય રહ્યા છે. આગામી 3થી 4 દિવસ તો તાપમાન યથાવત રહશે અને ત્યાર બાદ ઉત્તર તરફના પવન ફૂંકાશે અને લઘુતમ તાપમાન ઘટશે. આ સાથે ઠંડીનો અહેસાસ થશે.

રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન

અમદાવાદ 16
ડીસા 16
વડોદરા 16.1
રાજકોટ 16.8
કેશોદ 14.5
ભાવનગર 17
ભૂજ 17.8
સુરેન્દ્રનગર 15
અમરેલી 15.2
ગાંધીનગર 13.2
મહુવા 15.1
વલસાડ 12.5
વીવી નગર 17.4

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments