મહેસાણા : જિલ્લામાં પોસ્ટ વિભાગ વિધવા સહાય અને પેન્શન ઘેર પહોંચાડશે

0
7

મહેસાણા . હાલ કોરોના વાયરસની મહામારીમાં મહેસાણા જિલ્લા પોસ્ટ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા ગંગાસ્વરૂપ વિધવા સહાય યોજનામાં પોસ્ટ ઓફિસમાં ખાતુ ધરાવતી વિધવા બહેનોને માસિક મળવાપાત્ર સહાય પોસ્ટમેન કે ડાકસેવક મારફતે ઘરે ઘરે રોકડમાં પહોંચાડવાનું શરૂ કરાયું છે. આઆ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં 14580 વિધવા લાભાર્થી નોંધાયેલા છે. જ્યારે પોસ્ટ રેલવે વગેરેના 1498 નિવૃત પેન્શન નોંધાયેલા છે.

માર્ચ મહિનાની વિધવા સહાય તેમજ નિવૃત્ત  પેન્શન રકમ મળવાપાત્ર થાય છે તે ગ્રામીણ ડાકસેવક અને શહેરમાં પોસ્ટમેન મારફતે ઘરે-ઘરે વિતરણ કરવાની સૂચના અપાઇ છે. મહેસાણા જિલ્લામાં 400 ગ્રામીણ ડાકસેવકો તેમજ શહેરમાં 100 પોસ્ટમેન ફરજ બજાવે છે. જેમના મારફતે ઘરે જ માસિક સહાય અને પેન્શન પહોંચાડશે. વિધવા સહાય અને પેન્શન નાણાં બાબતે 14 એપ્રિલ સુધી કોઇપણ ફરિયાદ હોય તો (02762) 223 366 નંબર ઉપર રજાના દિવસ સિવાય ઓફિસના સમય દરમિયાન સંપર્ક કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here