કોરોના ઈન્ડિયા : સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, રિકવરી પછીનો પ્રોટોકોલ- રોજ યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન અને દિવસમાં એક વખત ચાલવાનું રાખો, અત્યાર સુધી દેશમાં 47.58 લાખ કેસ

0
0

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રોજ યોગાસન, પ્રાણાયામ અને મેડિટેશન કરો. સવારે અથવા સાંજે ચાલવાનું રાખો, એટલી જ સ્પીડમાં ચાલવાનું રાખો જેટલી તમારે જરૂર હોય.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 47 લાખ 58 હજાર 581 થઈ ગઈ છે. શનિવારે 94 હજાર 406 દર્દી નોંધાયા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

કોરોનાથી સાજા થયા પછીના પ્રોટોકોલ
વ્યક્તિગત સ્તરે

 • સાફ-સફાઈ અને સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો, માસ્ક પહેરો અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો.
 • પૂરતા પ્રમાણમાં ગરમ પાણી પવો અને ઈમ્યુનિટી વધારવા માટે દવાઓ લો.
 • સ્વાસ્થ્ય સારુ હોય તો ઘરના કામ કરો. ઓફિસનું કામ પણ ધીમે ધીમે શરૂ કરી શકો છો.
 • ડોક્ટરની સલાહથી શ્વાસની એક્સરસાઈઝ કરો. એવું ભોજન કરો, જે સરળતાથી પચી જાય. જમવામાં પોષક તત્વોનો સમાવેશ કરો.
 • પૂરતી ઊંઘ લો, સિગરેટ-દારૂથી બચો.
 • કોરોના માટે સૂચવેલી દવા લો. ઘરે રહીને જ ટેમ્પરેચર, બ્લડપ્રેશર, ડાયાબિટીસ ચેક કરતા રહો.
 • જો સુકી ખાંસી આવતી હોય તો મીઠાના પાણીના કોગળા કરો. ગરમ પાણીથી નાસ પણ લઈ શકો છો. ડોક્ટરની સલાહથી કફ સિરપ પણ લઈ શકો છો.
 • ભારે તાવ, શ્વાસ ફુલવો, ઓક્સિજન લેવલ ઘટવું, છાતીમાં દુખાવાના સંકેત પર ધ્યાન આપો.

સામુદાયિક સ્તરે

 • કોરોનાથી સાજા થયેલા લોકોએ તેમના મિત્રો અને પરવારને પોઝિટિવિટીની કહાનીઓ સંભળાવવી જોઈએ, જેથી લોકોના મનમાંથી મહામારી અંગે વહેમ દૂર થઈ જાય.
 • રિકવરી અને પુનર્વાસ માટે સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજિક સંગઠનો અને ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સની મદદ લઈ શકો છો.

કોરોના અપડેટ્સ

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, શનિવારે 94 હજાર 372 કેસ નોંધાયા હતા. સાથે જ 1 હજાર 114 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા 47 લાખ 54 હજાર 357 થઈ ગઈ છે. જેમાંથી 9 લાખ 73 હજાર 372 એક્ટિવ દર્દી છે. સાથે જ 37 લાખ 2 હજાર 596 દર્દી સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 78 હજાર 586 દર્દીઓના મોત થયા છે.
 • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, શનિવારે દેશમાં 10 લાખ 71 હજાર 702 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. સાથે જ અત્યાર સુધી 5 કરોડ 62 લાખ 60 હજાર 928 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
 • કેજરીવાલ સરકારે આદેશ આપ્યો છે કે દિલ્હીમાં ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં 80% ICU બેડ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવા પડશે.
 • દિલ્હીના રાધાસ્વામી સત્સંગ વ્યાસના સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં હાલ 1 હજાર 386 કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી 2 હજાર 454 દર્દી સાજા થઈને ઘરે આવી ગયા છે. આ સેન્ટરમાં અત્યાર સુધી 3 હજાર 921 લોકોની ભરતી કરવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here