આવતા મહિને દમદાર સેડાન નેક્સ્ટ જનરેશન સ્કોડા ઓક્ટેવિયા લોન્ચ થશે

0
6

સ્કોડા ઓક્ટેવિયા ડી-સેગમેન્ટ સેડાનને 1 એપ્રિલથી લાગુ BS6 નોર્મ્સના અનુસાર અપગ્રેડ કરવામાં નહોતી આવી અને તેને આ રીતે બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ વૈશ્વિક સ્તરે નવા એમિશન નોર્મ્સનું પાલન કરવા માટે સેડાનને અપગ્રેડ નહોતી કરી. કંપની ઓક્ટેવિયાનું નવું-જનરેશન વર્ઝન પહેલાથી જ લોન્ચ કરી ચૂકી છે અને હવે તે અપડેટેડ કારને ભારત લાવવાની તૈયારીમાં છે.

સ્કોડા ઈન્ડિયાના સેલ્સ, સર્વિસ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર જેક હૉલિસે કન્ફર્મ કર્યું છે કે, ન્યૂ-જનરેશન ઓક્ટેવિયાને આવતા મહિનના અંતમાં લોન્ચ કરવામાં આવશે અને મે 2021ના અંત સુધી તેની ડિલિવરી શરૂ થઈ જશે. તેના લોન્ચ પહેલા અમે ન્યૂ-જનરેશન ઓક્ટેવિયાની પાંચ ખાસ વસ્તુઓનું લિસ્ટ તૈયાર કર્યું છે તે તમારે જાણવું જોઈએ. જાણવા માટે વાંચો-

1. ડિઝાઈન

“જો તે તૂટ્યું નથી, તો તેને બરાબર ન કરો”,અને આવું જ સ્કોડાએ સ્ટાઈલના પ્લેટફોર્મ પર ચોથી જનરેશન ઓક્ટેવિયાની સાથે કર્યું છે. આઉટગોઈંગ મોડેલની તુલનામાં ક્રાંતિકારી દૃષ્ટિકોણની જગ્યાએ ન્યૂ-જનરેશન ઓક્ટેવિયાની ડિઝાઈન એક વિકાસવાદી અભિગમને અનુસરે છે. તેને સ્કોડાના લેટેસ્ટ વૈશ્વિક મોડેલોના અનુરૂપ લાવવા માટે બાહ્યરૂપે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

ફ્રંટમાં અગાઉની જનરેશન મોડેલના ટૂ-પીસ હેડલેમ્પ ડિઝાઈનને ફૂલ-મેટ્રિક્સ LEDની સાથે શાર્પ દેખાતા LED હેડલેમ્પની સાથે બદલવામાં આવ્યા છે. સિગ્નેચર બટરફ્લાઈ ગ્રીલને યથાવત રાખવામાં આવી છે પરંતુ હવે તે આકારમાં જાડી છે. વર્તમાન મોડેલની તુલનામાં ન્યૂ-જનરેશન ઓક્ટેવિયાને થોડી ઓછી રૂફલાઈન મળે છે, જે તેને કૂપ જેવો લૂક આપે છે.

રિઅર-એન્ડમાં નવી એંગ્યુલર LED ટેલ લાઈટ્સ છે, જ્યારે સ્કોડાના સિમ્બોલને સ્કોડા લેટરિંગની સાથે બદલવામાં આવ્યો છે, જે અન્ય નવી સ્કોડા કારની જેમ બૂટ લિડના ઉપરના ભાગ પર લગાવવામાં આવેલો છે.

2. ફિચર્સ

સ્કોડા ઓક્ટેવિયાના યુરો-સ્પેક મોડેલમાં મેટ્રિક્સ LED હેડલેમ્પ, 10.25 ઈંચના વર્ચ્યુઅલ કોકપિટ, બિલ્ટ-ઈન eSIMની સાથે 10 ઈંચ ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્માર્ટફોન કનેક્ટિવિટી, જેશ્ચર કંટ્રોલ અને એક એડવાન્સ વોઈસ-કંટ્રોલ્ડ ડિજિટલ અસિસ્ટન્ટ, મલ્ટીકલર એમ્બિએન્ટ લાઈટ, 4.2 ઈંચ હેડ-અપ ડિસ્પ્લે, 12-સ્પીકર કેન્ટન સાઉન્ડ સિસ્ટમ, પાંચ USB-C પોર્ટ, વાયરલેસ ચાર્જિંગ, એક પેનોરમિક સનરૂફ, રિઅર-વ્યુ કેમેરા અને સાથે એક ત્રણ-ઝોન ક્લાઈમેન્ટ કંટ્રોલ જેવા ફિચર્સ મળે છે.

જો કે, સ્કોડા તેની કિંમતોને ધ્યાનમાં રાખતા ભારત-સ્પેક ઓક્ટેવિયાના ફિચર લિસ્ટ ઘટાડી શકે છે. સેફ્ટી ફિચર્સમાં ઘણા એરબેગ, ફ્રંટ અને રિઅર પાર્કિંગ સેન્સર, EBDની સાથે ABS, એક રિવર્સ પાર્કિંગ કેમેરા, ESC સહિત ઘણા ફિચર્સ મળી શકે છે.

3. પાવરટ્રેન

યુરો-સ્પેક સ્કોડા ઓક્ટેવિયાને પાવરટ્રેનની રેન્જની સાથે રજૂ કરવામાં આવી છે, જેમાં માઈલ્ડ-હાઈબ્રિડ, પ્લગ-ઈન હાઈબ્રિડ, પેટ્રોલ એન્જિન અને ડિઝલ ઓપ્શન સામેલ છે. જો કે, અમે અપેક્ષા કરીએ છીએ કે સ્કોડા ભારતમાં ચોથી-જનરેશન ઓક્ટેવિયાને એકમાત્ર 2.0 લિટર ચાર સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનની સાથે રજૂ કરશે, જે મહત્તમ 190ps પાવર અને 320nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.

નેક્સ્ટ-જનરેશન ઓક્ટેવિયાને મેન્યુઅલ ગિયરબોક્સની સાથે રજૂ કરવામાં નહીં આવે અને તેની જગ્યાએ તેમાં સ્ટાન્ડર્ડ રીતે 7-સ્પીડ DSG ઓટો ટ્રાન્સમિશન મળશે. જો કે, સ્કોડા પછીના તબક્કામાં સેડાન માટે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે 1.5 લિટર TSI એન્જિન ઓપ્શન રજૂ કરી શકે છે.

4. લોન્ચ ટાઈમ

ગત વર્ષે સપ્ટેમ્બરમાં નવી-જનરેશન ઓક્ટેવિયાને ભારતમાં રજૂ કરવાની હતી, પરંતુ મહામારીને કારણે લોન્ચિંગ 2021 સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું. જેક હૉલિસે પુષ્ટિ કરી છે કે ન્યૂ-જનરેશન ઓક્ટેવિયાને આવતા મહિનાના છેલ્લા સપ્તાહમાં ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

સ્કોડા ઈન્ડિયાના સેલ્સ, સર્વિસ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર જેક હૉલિસે સોશિયલ મીડિયા પર કન્ફર્મ કર્યું.

સ્કોડા ઈન્ડિયાના સેલ્સ, સર્વિસ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર જેક હૉલિસે સોશિયલ મીડિયા પર કન્ફર્મ કર્યું.

5. કિંમત અને કોમ્પિટિટર

ચોથી જનરેશન સ્કોડા ઓક્ટેવિયાની કિંમત 17 લાખ રૂપિયાથી શરૂ થવાની આશા છે, જો કે, સત્તાવાર કિંમતો તેના લોન્ચ દરમિયાન જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અપડેટેડ ડી-સેગમેન્ટ સેડાન હ્યુન્ડાઈ એલેન્ટ્રાને ટક્કર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here