રિપોર્ટ : ઉદગમ સ્થાનથી 150 કિલોમીટર દૂર ગંગામાં ખતરનાક બેક્ટેરિયાની હાજરી, આ બેક્ટેરિયા પર એન્ટિબાયોટિકની નહિવત અસર

0
38

હેલ્થ ડેસ્કઃ ગંગાના ઉદગમ સ્થળ ગંગોત્રીમાં એન્ટિબાયોટિક રઝિસ્ટન્ટ બેક્ટેરિયાનું સ્તર વધી રહ્યું છે. આ બેક્ટેરિયા પર એન્ટિબાયોટિકની અસર થતી નથી. આ વાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વાર્ષિક રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ગંગામાં પાણીનો પ્રવાહ ઝડપી હોવા છતાં રઝિસ્ટન્ટ બેક્ટેરિયા વધી રહ્યા છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, IITના બાયોકેમિકલ વિભાગથી સંકળાયેલા પ્રોફેસર શેખ જિઆઉદ્દીન અહમદ જણાવે છે કે નદીમાં બેક્ટેરિયાનું સ્તર વધારે છે અને તેનું કારણ મનુષ્ય છે.

70 ટકા બેક્ટેરિયા એવા છે જે હોસ્પિટલના દર્દીઓમાં જોવા મળે છે

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સેમ્પલમાં 70 ટકા એવા બેક્ટેરિયા છે જે સામાન્ય રીતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં જોવા મળે છે. જેના પર એન્ટીબાયોટિક પણ અસર નથી કરતી. નદીની પહોળાઈ અત્યંત ઓછી હોય તેવા સ્થળોએ પણ બેક્ટેરિયાની સંખ્યા જોવા મળી છે. સંશોધકોના જણાવ્ય પ્રમાણે, એન્ટીબાયોટિક રેસિસ્ટેન્ટ બેક્ટેરિયા તેના ઉદ્દભવ સ્થાનથી 150 કિલોમીટરના વિસ્તારમાં મળવાનું શરૂ થઈ જાય છે.

સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટ્રીના 2017ના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સમગ્ર વિશ્વમાં બીજા દેશોની સરખામણીમાં ભારતમાં એન્ટી બાયોટિક રેસિસ્ટેન્ટ બેક્ટેરિયાની સંખ્યા વધારે છે. લેન્ટસેટ જર્નલ પણ પુષ્ટિ કરે છે કે ભારતમાં કેવી રીતે રેસિસ્ટેન્ટ બેક્ટેરિયા તેમનો વિસ્તાર વિસ્તૃત કરે છે. જર્નલના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ચેપનો દર ખૂબ ઉંચો છે. 57 ટકા ચેપ માત્ર ક્લેબસિઅલ્લા નિમોની નામના બેક્ટેરિયાથી ફેલાય છે. જે સામાન્ય રીતે આંતરડામાં જોવા મળે છે પરંતુ જ્યારે શરીરના બીજા ભાગમાં પહોંચે છે તો સ્થિતિ ગંભીર થઈ જાય છે. તેના પર સામાન્ય એન્ટીબાયોટિક અસર નથી કરતી.

ગંગોત્રીની આસપાસ ઉનાળામાં લોકોની સંખ્યા 5 લાખ થઇ જાય છે
રિપોર્ટ મુજબ ઠંડીના દિવસોમાં ગંગોત્રીવાળા વિસ્તારમાં જનસંખ્યા 1 લાખ હોય છે પરંતુ ગરમીમાં અને તીર્થયાત્રા દરમ્યાન આ સંખ્યા વધીને 5 લાખ સુધી પહોંચી જાય છે. અહીંયા લગાવવામાં આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માત્ર 78 હજાર લોકો પૂરતા છે. પર્યટકોની આટલી સંખ્યા માટે આ પ્લાન્ટ અપૂરતો છે. રિપોર્ટમાં ગંગાને દુનિયાની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક નદી ગણવામાં આવે છે. ભારતની ત્રીજા ભાગની વસ્તી તરસ છિપાવાથી લઈને ખેતી અને વ્યવસાય માટે ગંગા પર નિર્ભર છે

એક સ્વસ્થ વ્યક્તિનાં શરીરમાં બેક્ટેરિયાની 150 પ્રજાતિ હોય છે
પ્રોફેસર શેખ અહમદે જણાવ્યું કે, આવા અવસર પર સરકાર અસ્થાયી શૌચાલય બનાવડાવે છે, પરંતુ વરસાદને કારણે મળ વહીને નદીમાં ભળી જાય છે. માણસોના આંતરડાંમાં 1 હજારથી વધારે બેક્ટેરિયા હોય છે. એક સ્વસ્થ વ્યક્તિનાં શરીરમાં તેની 150 પ્રજાતિ રહે છે, જે ભોજન માટે એક-બીજા સાથે ઝઘડે છે. નદીમાં નાહવા પર એક વ્યક્તિના શરીરમાંથી એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા નીકળીને પાણીમાં ભળી જાય છે. આ બેક્ટેરિયા બીજા સ્વસ્થ વ્યક્તિનાં શરીરમાં પહોંચે છે અને સારા બેક્ટેરિયાનો નાશ કરીને પોતાની વૃદ્ધિ વધારે છે. અમે લોકોને વર્ષો જૂની પરંપરા પૂરી કરવા માટે નથી કહી રહ્યા, અમે ઈચ્છીએ છીએ કે સરકાર નદીનાં પાણીને પ્રદૂષિત થવાથી અટકાવવા માટે કોઈ યોગ્ય પગલા લે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here