બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના થરા સહિતના આજુબાજુમાં ડેન્ગ્યુ નો આંતક

0
105
કાંકરેજ તાલુમા થરા શિહોરી ખીમણા કંબોઇ સહીત અનેક વિસ્તારોમા ઠેર ઠેર ગટરો, ખુલ્લા ખાધ ખોરાકો, ગંદકી, જગ્યા રોકીને પડેલા ખાલી ખોખામાં પાણી ભરાયેલા છતાં આવા લોકો સામે રક્ષણ કેમ કરે છે.તે તંત્ર સામે મોટો પ્રશ્ર ઉભો થયો છે.
ગુજરાતમાં ડેન્ગ્યુના આંતકના સમાચાર ટીવી,છાપામાં લોકો વાંચી સાવચેતી રાખતા હતા પણ બનાસકાંઠા ના પાલનપુર પછી કાંકરેજ તાલુકાના થરા,વડા, નાના જામપુર, રાજપુર,ઉણ, ભદ્રેવાડી, સહિત આજુબાજુના ગામડા ખેત વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના ૨૦ થી વધુ કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હોવા છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હજુ સર્વે ની વાતો કરી વાતને ટાળવા પ્રયત્ન કરે છે.જો ડેન્ગ્યુના કેસો સરકારી ડોકટરોના અભિપ્રાય મુજબ ના હોય તો ખાનગી હોસ્પિટલના ડોકટરોના અભિપ્રાય મુજબ ના હોય તો ખાનગી હોસ્પિટલના ડોકટરો અને લેબોરેટરીઓ અભણ ગ્રામ્ય પ્રજાને લુંટી રહ્યા છે.સ્વાસ્થ્ય શિક્ષણ માં બહુ સજાગ ગુજરાત સરકાર કાંકરેજ તાલુકાની પ્રજા ડેન્ગ્યુ વાયરલ ફીવરના ભરડામાં ફસાઈ છે.
આરોગ્ય ખાતાને કોણ જગાડશે ?? ખાનગી દવાખાના અને લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના થરા ,નગર પાલીકા વિસ્તારમાં પાંચ,વડાગામ તથા ખેત વિસ્તારમાં દશથી વધું ભદ્રવાડી ગામ માં-૧, નાનાજામપુર, રાજપુર, ઉણ,તેમજ ખેત વિસ્તારો દર્દ માં પીડાઇને ખાનગી દવાખાના ઓમાં લુંટાઈ રહ્યા છે.ત્યારે બીજી બાજુ ઠેર ઠેર ઉટવૈદોની હાટડીઓ કાંકરેજ તાલુકામાં આરોગ્ય ખાતાની રહેમ નજર હેઠળ ધમધોકાર ચાલે છે.ત્યારે જિલ્લા આરોગ્ય ટીમ કાંકરેજ તાલુકાના થરા- વડા સહિત ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ લોકોને ખાનગી હોસ્પિટલો, લેબોરેટરીથી લુંટાતા બચાવી રોગચાળો ભયંકર આંતક મચાવે તે પહેલાં કડકાઈ બતાવશે ખરૂં..? કે પછી વિકાસકામોની વણઝારને ઉત્સવોની ઉજવણીમાં લોકો રોગચાળાથી મરશે…?
 
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here