રાજકોટ : સિંગતેલમાં 60 રૂપિયાનો વધારો થતા ડબ્બો 2300ને પાર, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1600ને પાર

0
25

રાજકોટ. સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવે ડબ્બે 60 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ડબ્બે 60 રૂપિયા વધારો થતાં આજે સીગતેલનો ભાવ 2300ને પાર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના વેપારી ભાવેશભાઇ પોપટે જણાવ્યું હતું કે, મોટા ભાગના યાર્ડ બંધ સ્થિતિમાં હોવાથી મગફળીની અછત જોવા મળી રહી છે અને નાફેડ પાસેથી મળતી મગફળી ઊંચા ભાવની હોવાથી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ પણ 1600ને પાર થઇ ગયા છે. કપાસનો પાક ખેડૂતોના ઘરમાં હોવાથી માર્કેટમાં આવ્યો નથી. આથી કપાસની અછતને  કરાણે ભાવમાં વધારો થતો જાય છે.

2250થી 2360 રૂપિયા સુધી સીંગતેલ બજારમાં ઉપલબ્ધ

ભાવેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં જૂની અને નવી બે પ્રકારની મગફળીનું તેલ આવી રહ્યું છે. જેમાં 2250થી 2360 રૂપિયા સુધી સીંગતેલ બજારમાં ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બજારો બંધ કર્યા બાદ રાજકોટમાં પેનિક જોવા મળી રહ્યો છે અને લોકો સ્ટોક કરી તેલની વધુ ખરીદી કરી રહ્યા છે. જેના કારણે સિંગતેલની માંગ વધતા ભાવમાં વધારો થયો છે. જો નાફેડ દ્વારા નીચા ભાવે મગફળી આપવામાં આવે તો સિંગતેલના ભાવમાં ઘટાડો થઇ શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here