અપકમિંગ : લોન્ચિંગ પહેલાં જ 2020 મહિન્દ્રા થારની કિંમત જાહેર થઈ, લિસ્ટમાંથી તમારા બજેટમાં કયું વેરિઅન્ટ ફિટ બેસશે જાણો

0
24

નવી મહિન્દ્રા થારની કિંમત 2 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવશે. પરંતુ તે પહેલા તેની કિંમતનું લિસટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું છે. કંપનીએ 15 ઓગસ્ટે જ તેની સેકન્ડ જનરેશન થારનું ગ્લોબલ પ્રીમિયર રાખ્યું હતું. તે અત્યારે મોસ્ટ અવેટેડ મોડેલ્સમાંની એક છે. જો કે, કંપનીએ લીક થયેલી કિંમત અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી અને વાસ્તવિક કિંમતો માટે આપણે 2 ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે.

સૌથી મોંઘું મોડેલ 12.49 લાખ રૂપિયાનું છે

  • નવી જનરેશન મહિન્દ્રા થારને AX મેન્યુઅલ ફિક્સ્ડ સોફ્ટ ટોપ, AX મેન્યુઅલ ઓપ્શનલ કન્વર્ટિબલ સોફ્ટ ટોપ, LX મેન્યુઅલ હાર્ડ ટોપ અને LX ઓટો હાર્ડ ટોપ વેરિઅન્ટમાં વેચવામાં આવશે. લીક થયેલી પ્રાઈસ લિસ્ટ મુજબ, ઓફ રોડરની પ્રારંભિક કિંમત 9.75 લાખ રૂપિયા હશે, જે તેના બેઝ પેટ્રોલ મોડેલની કિંમત હશે અને તે LX ઓટો ફોર સીટર હાર્ડ ટોપ પેટ્રોલ વેરિઅન્ટ માટે 12.49 લાખ રૂપિયા સુધી જશે.
  • AX ઓપ્શનલ કન્વર્ટિબલ સોફ્ટ ટોપની કિંમત પેટ્રોલ માટે 10.25 લાખ રૂપિયા અને ડીઝલ માટે 10.99 લાખ રૂપિયા હશે. બીજીબાજુ, LX મેન્યુઅલ હાર્ડ ટોપની કિંમત ડીઝલ માટે 11.20 લાખ હશે. નોંધનીય મુદ્દો એ છે કે, આ એ ગ્રાહકો માટે પ્રારંભિક કિંમત છે, જે 20 સપ્ટેમ્બર પછી બુક કરશે અને તેની ડિલિવરી ઓક્ટોબરના બીજા અઠવાડિયાંની આસપાસ થશે.

150bhp સુધીનો પાવર મળશે

  • નવી મહિન્દ્રા થાર ચાર મીટરની લંબાઈ કરતાં પણ નાની હશે અને તેની ઉંચાઇ 2,450mm છે, જેમાં વ્હીલબેસ 1,844mm છે. તેમાં 57 લિટરની ક્ષમતાની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 228mm છે. કંપનીનો દાવો છે કે, તેમાં કલાક દીઠ ટોપ સ્પીડ 165 કિમી મળશે. તેમાં 2.2-લિટર ફોર સિલિન્ડર ડીઝલ અને નવું 2.0 લિટરનું mStallion ટર્બોચાર્જ્ડ અને ડાયરેક્ટ-ઇન-ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન મળશે.
  • બંને ક્યાં તો 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. ડીઝલ એન્જિન 130bhp અને 320Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે પેટ્રોલ એન્જિન 150bhp અને 320Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્ટાન્ડર્ડ મિકેનિકલ ડિફરેન્શિયલ લોક સાથે 4×4 ટ્રાન્સફર કેસ સાથે અવેલેબલ છે.
  • AX (એડવેન્ચર) અને LX (લાઇફસ્ટાઇલ) વેરિએન્ટ્સમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, MIDવાળા સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કંસોલ, ક્રુઝ કંટ્રોલ, કી-એન્ટ્રી, માઉન્ટેડ કંટ્રોલ સાથે મલ્ટિ-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, રોલ-ઓવર મિટિગેશન, હિલ હોલ્ડ આસિસ્ટ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ, TPMS જેવાx એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here