Friday, March 29, 2024
Homeલોન્ચિંગ પહેલાં નવી BS-6 ક્લાસિક 350 બાઇકની કિંમત લીક, 14 હજાર રૂપિયાનો...
Array

લોન્ચિંગ પહેલાં નવી BS-6 ક્લાસિક 350 બાઇકની કિંમત લીક, 14 હજાર રૂપિયાનો ભાવવધારો ઝીંકાશે

- Advertisement -

ઓટો ડેસ્કઃ રોયલ એન્ફિલડ એન્જિનના નવા એમિશન નોર્મ્સને ધ્યાનમાં રાખીને તેની બાઇક્સ અપડેટ કરી રહી છે. કંપની ટૂંક સમયમાં જ તેની નવી BS-6 ક્લાસ્કિ 350 બાઇક લોન્ચ કરવાની છે. પરંતુ લોન્ચ પહેલાં જ આ બાઇકની કિંમત જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ બાઇકની કિંમત કરન્ટ મોડેલ કરતાં આશરે 14,000 રૂપિયા વધારે હશે.

 

નવી ક્લાસિક 350 બાઇકનાં BS-6 મોડેલની કિંમત 1.67 લાખ રૂપિયાથી લઇને 1.80 લાખ રૂપિયા વચ્ચે હશે. આ ઉપરાંત, કેટલીક ડિલરશિપ પર આ બાઇક પહોંચી પણ ગઈ છે અને તેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ડીલરશિપ બુકિંગ અમાઉન્ટ તરીકે ગ્રાહકો પાસેથી 10 હજાર રૂપિયા લઈ રહ્યા છે. જો કે, કંપની તરફથી બુકિંગને લઇને હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી.

ક્લાસિક 350ના કરન્ટ મોડેલની કિંમત 1.53 લાખ રૂપિયાથી લઇને 1.66 લાખ રૂપિયા વચ્ચે છે. કંપની તેનાં નવા BS-6 મોડેલમાં એન્જિન અપડેટ કરવાની સાથે તેની ડિઝાઇન અને લુકમાં પણ ફેરફાર કરી રહી છે. તેમાં નવી ગ્રાફિક્સ ડિઝાઇનનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે તેને કરન્ટ મોડેલ કરતાં અલગ બનાવે છે. આ બાઇક બે નવા કલર્સમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે, જેમાં સ્ટીલ્થ બ્લેક અને ક્રોમ કલર સામેલ છે.

મિકેનિકલ અપડેટ્સ સિવાય કંપની આ બાઇકમાં નવા MID સાથે સ્પીડોમીટર, એલોય વ્હીલ્સ, નવી ટેલ લાઇટ્સ અને હેડલેમ્પ જેવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. કંપની આ બાઇકમાં 346ccની કેપેસિટીના BS-6 એન્જિનનો પ્રયોગ કરી રહી છે, જે ફ્યુલ ઇન્જેક્ટેડ ટેક્નોલોજીથી સજ્જ હશે. તેનાથી બાઇકનું એવરેજ અને પર્ફોર્મન્સ પણ વધુ સારું થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular